GPSC Recruitment 2023 | ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ 2 અને વર્ગ 3ની કુલ 266 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC recruitment 2023, last date, online apply, notification : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા નાયબ વિભાગ અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, સહાયક નિયામક અને મદદનીશ પ્રોફેસર અને અન્ય પોસ્ટ 2023 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Written by Ankit Patel
Updated : July 17, 2023 12:42 IST
GPSC Recruitment 2023 | ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ 2 અને વર્ગ 3ની કુલ 266 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Class 2, Class 3 recruitment 2023 : ગુજરાત સરકારમાં નોકરી કરવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વર્ગ 2 અને વર્ગ 3ની 266 જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા નાયબ વિભાગ અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, સહાયક નિયામક અને મદદનીશ પ્રોફેસર અને અન્ય પોસ્ટ 2023 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

નોટિફિકેશન પ્રમાણે આ જગ્યાઓ ઉપર આજે 15 જુલાઈ 2023થી જ અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઉમેદવારો 31 જુલાઈ 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકેશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે જીપીએસસીનું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું

GPSC Recruitment 2023 : જીપીએસસી અંગે મહત્વની માહિતી

સંસ્થાનું નામગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
પોસ્ટનું નામડેપ્યુટી સેક્શન ઓફિસર, આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ નિયામક અને મદદનીશ પ્રોફેસર અને અન્ય
કુલ ખાલી જગ્યાઓ266
નોકરીનો પ્રકારસરકારી
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાની શરુઆતની તારીખ15/07/2023
અરજી કરવાની છેલ્લી તારીખ31/07/2023
સત્તાવાર વેબસાઇટgpsc.gujarat.gov.in

GPSC Recruitment 2023 : વિવિધ જગ્યાઓની વિગતે માહિતી

પોસ્ટનું નામખાલી જગ્યા
નાયબ વિભાગ અધિકારી, વર્ગ-III (સચિવાલય)120
નાયબ વિભાગ અધિકારી, વર્ગ-III (GPSC)07
આસિસ્ટન્ટ પ્રોફેસર65
આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-226
કાયદા અધિકારી, ગુજરાત દવા સેવા, વર્ગ-202
મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર), વર્ગ-101
કુલ266

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી માટે લાયકાત, વયમર્યાદા

ઉમેદવારોએ અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે નીચે આપેલું જીપીએસસીનું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને ccc પરીક્ષાના આધારે કરવામાં આવશે.

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી માટે મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી 15/07/2023 ના રોજ શરૂ થાય છે (પ્રારંભ 01:00 PM)
  • ઓનલાઈન અરજીઓ 31/07/2023 ના રોજ સમાપ્ત થશે (01:00 PM સુધી)

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી માટે સત્તાવાર વેબસાઇટ શું છે?

GPSC ની સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ છે

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી માટે અરજી ફી

જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની અસુરક્ષિત શ્રેણીના આર્થિક રીતે નબળા વિભાગ અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પી.એચ. ઉમેદવારોએ ફી લેવાની જરૂર નથી. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ભરવાની રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ