scorecardresearch

GPSC દ્વારા હિસાબી અધિકારી, નિવાસી શાળા આચાર્ય, કાર્યપાલક ઇજનેર સહિતની ભરતી, કેવી રહેશે પસંદગી પ્રક્રિયા?

GPSC Recruitment 2022: જીપીએસસીએ એકાઉન્ટ ઓફિસર વર્ગ 1 અને 2 માટે આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1 માટે ભરતી પ્રકાશિત કરી છે. આયોગ ઉમેદવારોની કેવી રીતે પસંદગી કરે છે અને પરીક્ષા પદ્ધતિ કેવી છે?

GPSC દ્વારા હિસાબી અધિકારી, નિવાસી શાળા આચાર્ય, કાર્યપાલક ઇજનેર સહિતની ભરતી, કેવી રહેશે પસંદગી પ્રક્રિયા?
જીપીએસસી દ્વારા ભરતી

GPSC Recruitment 2022: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ગુજરાત સરકારમાં વિવિધ જગ્યાઓ ઉપર વર્ગ 1 અને વર્ગ 2 અધિકારીની કુલ 306 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. જીપીએસસીએ એકાઉન્ટ ઓફિસર વર્ગ 1 અને 2 માટે આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1 માટે ભરતી પ્રકાશિત કરી છે. કાર્યપાલક ઈજનેર વર્ગ 2 (સિવિલ), સહાયક ઈજનેર (સિવિલ), કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), સહાયક ઈજનેર (મિકેનિકલ) પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. અહીં ઉમેદવારોને પસંદગી પ્રક્રિયા, પરીક્ષામાં પેપર અને ગુણની ટકાવારી સહિતની માહિતી મળશે.

કેવી રીતે થશે પસંદગી?

વર્ગ-1 અધિકારી માટે

જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં હિસાબી અધિકારી વર્ગ-1, વર્ગ-2, કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1 જીડબ્લ્યુએસએસબી, નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ- 2 જીડબ્લ્યુએસએસબી અને માયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક) વર્ગ-2 જીડબ્લ્યુએસએસબીની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે લાયક ઉમેદવારોની પસંદકી કરવા માટે જીપીએસસી દ્વારા પ્રાથમિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા ત્યારબાદ રૂબરૂ મુલાકાતના આધારે પસંદ કરવામાં આવશે.

વર્ગ -2 અધિકારી માટે

આદર્શ નિવાસી શાળા આચાર્ય, વર્ગ-2, કમિશ્નર આદિજાતી વિભા, મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ -2 અને મદદની ઇજનેર વર્ગ-2 જીડબ્લ્યુએસએસબી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે લાયક ઉમેદવારોની પસંદકી કરવા માટે જીપીએસસી દ્વારા પરીક્ષા પ્રક્રિયા રાખવામાં આવી છે જેમાં લેખિત અને રૂબરુ મુલાકતમાં મેળવેલા ગુણોના આધારે ઉમેદવાર પસંદ કરવામાં આવશે.

પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે?

વર્ગ-1ના ઉમેદવારો માટે

 • હિસાબી અધિકારી વર્ગ-1, વર્ગ-2, કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1 જીડબ્લ્યુએસએસબી, નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ- 2 જીડબ્લ્યુએસએસબી અને નાયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક) વર્ગ-2 જીડબ્લ્યુએસએસબીની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો ઉમેદવારોની પસંદગી કરવા ત્રણ તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે.
 • પ્રાથમિક કસોટીમાં આયોગ દ્વારા નક્કી કરેલા ધોરણમાં આવતા અને જાહેરાતમાં ભરતી નિયમોમાં દર્શાવેલી જોગવાઈઓ સંતોષતા કુલ જગ્યાઓના આશરે 15 ગણા ઉમેદવારોને કામચલાઉ ધોરણે મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.
 • ત્યારબાદ આયોગે નક્કી કરેલા લાયકી ધોરણમાં આવતા કુલ જગ્યાઓના 3 ગણા ઉમેદવારોને રૂબરૂ મુલાકાતમાં બોલાવવામાં આવશે.

વર્ગ-2ના ઉમેદવારો માટે

 • જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં આદર્શ નિવાસી શાળા આચાર્ય, વર્ગ-2, કમિશ્નર આદિજાતી વિભા, મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ -2 અને મદદની ઇજનેર વર્ગ-2 જીડબ્લ્યુએસએસબીના ઉમેદવારો માટે પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલા હશે તેના 50 ટકા ગુણભાર અને રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલા ગુણના 50 ટકા ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધઆરે કરવામાં આવશે.
 • એટલે કે પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ 300 અને 100માંથી મેળવેલા ગુણનું 50-50 ટકા વેઇટેજ આપવામાં આવશે.
 • પ્રાથમિક કસોટીમાં 100 ગુણના 100 પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા 200 ગુણના 200 પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે. (સદરહુ જાહેરાતોમાં પ્રાથમિક કસોટીમાં 15 ટકાથી ઓછા ગુણ મેળવશે તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.)

ઉમેદવારોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત

કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1, નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ- 2 અને નાયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક) વર્ગ-2 અને મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ -2 અને મદદની ઇજનેર વર્ગ-2ની જગ્યાઓ ઉપર પસંદગી પામેલા ઉમેદવારો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB)ના કર્મચારી ગણાશે. તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણશે નહીં. સદરહુ જગ્યાઓ માટે સંબંધિત બોર્ડનાં ભરતી નિયમો અને અન્ય તમામ નિયમોને આધિન આ જાહેરાતો આપવામાં આવશે.

કેવી રીતે કરવી અરજી?

એકાઉન્ટ ઓફિસર વર્ગ 1 અને 2 માટે આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1 માટે અને કાર્યપાલક ઈજનેર વર્ગ 2 (સિવિલ), સહાયક ઈજનેર (સિવિલ), કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), સહાયક ઈજનેર (મિકેનિકલ) પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ શું ધ્યાનમાં રાખવું એ આ પ્રમાણે છે.

 • ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી
 • ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ http://www.gpsc-ojas.gujarat.gov.inની મુલાકાત લેવાની રહેશે
  -ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે
 • કન્ફર્મ થયેલા અરજીપત્રની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલી માહિતીમાં ક્ષતિ કે ચૂક બાબતે સુધારો કરાવની જરૂર જણાય તો http://www.gpsc-ojas.gujarat.gov.inના ONline Application મેનુમાં EDit વિકલ્પમાં જઈને તે જાહેરાતમાં ઓનલાઈન અરજી કરવાના આખરી દિવસ અને સમય સુધીમાં કોઈપણ વિગત સુધારી શકાશે.
 • જાહેરાતના ઓનલાઈન અરજી કરવાનો સમયપૂર્ણ થયા બાદ ઓનલાઈન ભરેલા અરજી પત્રમાં કોઈ સુધારા વધારા થઈ શકે નહીં.
 • એક કરતા વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલી અરજી જ માન્ય રાખવામાં આવશે.
 • બિન અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલી ફી સાથેનું અરજી પત્રક માન્ય રાખવામાં આવશે.
 • ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે.
  -બિન અનામત ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસ ચણથી તારીખ 2.11.2022 સુધીમાં જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન આયોગની વેબસાઈટ ઉપર રાત્રીના 11.59 સુધી ભરી શકાશે

ઉમેદવારોને ખાસ સલાહ

જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 1-11-2022ના રાત્રીના 11.59 વાગ્યા સુધી જ વેબસાઈટ ખુલ્લી રહેશે. માત્ર આખરી દિવસો સુધી રાહમાં નહીં રહેતા ઓનલાઈન અરજીપત્રકમાં તમામ વિગો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઈન અરજી કન્ફર્મ કરવા જણાવવામાં આવે છે.

આ ઉપરાંત ઓનલાઈન કન્ફર્મ થયેલી અરજીની નકલ અવશ્ય ડાઉનલોડ કરી લેવી. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં ઓનલાઈન અરજી પત્રક ભરી મેળવી લેવા ફરજિયાત છે. તે ઉપરાંત ઓનલાઇન કન્ફર્મ થયેલા અરજીપત્રકની કલ અવશ્ય ડાઉનલોડ કરી લેવી. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં ઓનલાઈન અરજી પત્રક ભરી કન્ફર્મ નંબર મેળવી લેજો ફરજિયાત છે. જેમાં ચૂક થશે તો ઉમેદવાર જ જવાબદાર રહેશે.

Web Title: Gpsc class 1 2 officer recruitment exam process jobs alert

Best of Express