GPSC Exam 2025 : ગુજરાત જાહેર સેવા આયોગની આ પરીક્ષાની તારીખ બદલાશે, હસમુખ પટેલે કરી જાહેરાત

GPSC Exam 2025 postponed : જીપીએસસી અધ્યક્ષ હસમુખ પટેલે પોતાના એક્સ હેન્ડલ પર એક ટ્વીટ કરી 16 ફેબ્રુઆરી 2025માં રોજ લેવાનારી જીપીએસસી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

Written by Ankit Patel
Updated : January 23, 2025 14:01 IST
GPSC Exam 2025 : ગુજરાત જાહેર સેવા આયોગની આ પરીક્ષાની તારીખ બદલાશે, હસમુખ પટેલે કરી જાહેરાત
ગુજરાત જાહેર સેવા આયોગ - photo - X @GPSC_OFFICIAL

GPSC Exam Date 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પરીક્ષા : ગુજરાત સરકારમાં નોકરી માટે જીપીએસસી પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે આ સમાચાર ખાસ કામના છે. કારણ કે જીપીએસસીની 16 ફેબ્રુઆરી 2025ના રોજ યોજનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટર ઉપર જાહેરાત કરી છે.

જીપીએસસી અધ્યક્ષ હસમુખ પટેલે પોતાના એક્સ હેન્ડલ પર એક ટ્વીટ કરી 16 ફેબ્રુઆરી 2025માં રોજ લેવાનારી જીપીએસસી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને હવે આ તારીખને લઈને GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી જાહેરાત કરી છે.’

16 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યમાં યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ, આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે, અને પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.

ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. હાલમાં, જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે 4,000 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ