/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/GPSC-Exam-Syllabus.jpg)
GPSC Exam New Prelim Syllabus: જીપીએસસી દ્વારા તમામ ભરતીની પ્રિલિમ પરીક્ષા માટે એક જ સામાન્ય અભ્યાસક્રમની નીતિ લાગુ કરી છે.
GPSC Exam New Prelim Syllabus: જીપીએસસી પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, જીપીએસસી દ્વારા લેવામાં આવતી તમામ ભરતીની પ્રાથમિક પરીક્ષા માટે હવે એક જ અભ્યાસક્રમ હશે, જેને સામાન્ય અભ્યાસ કહેવામાં આવે છે.
જીપીએસસી પરીક્ષાના ઉમેદવારોને રાહત
જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષા યોજી ગુજરાતમાં સરકારી પદો પર ભરતી કરે છે. જીપીએસસી દ્વારા ગુજરાત સરકારના વર્ગ 1, 2 અને 3ની વિવિધ ભરતીની પ્રાથમિક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ અલગ અલગ હતો. આથી દરેક વર્ગની ભરતી પરીક્ષા માટે ઉમેદવારે અલગ અલગ અભ્યાસક્રમની તૈયારી કરવી પડતી હતી. અલગ અલગ અભ્યાસક્રમની તૈયારી પાછળ વધારે સમય અને મહેનત લાગતી હતી. હવે તમામ જીપીએસસી ભરતીની પ્રાથમિક પરીક્ષા માટે એક જ અભ્યાસક્રમ લાગુ કરવાથી ઉમેદવારોને ઘણી રાહત થશે.
Important Notice of New Syllabus of General Studies for all Preliminary Examinations conducted by Gujarat Public Service Commissionhttps://t.co/0cYfWSPEKW
— GPSC (@GPSC_OFFICIAL) January 18, 2025
જીપીએસસીનો સામાન્ય અભ્યાસ OJAS પર ઉપલબ્ધ
જીપીએસસી દ્વારા સરકારી નોકરીની ભરતી માટેની પ્રાથમિક પરીક્ષા માટે હવે એક જ અભ્યાસક્રમ રાખવામાં આવશે, આ અભ્યાસક્રમને સામાન્ય અભ્યાસક્રમ કહેવામાં આવે છે. સામાન્ય અભ્યાસક્રમના વિષય વિશે જીપીએસસીની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. સરકારી નોકરીની તૈયારી કરનાર ઉમેદવારો OJAS વેબસાઇટ પર જઇ વિગતવાર જાણકારી મેળવી શકે છે.
જીપીએસસી ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીસીએસ ભરતીની પ્રાથમિક પરીક્ષના અભ્યાસક્રમમાં અમુક ફેરફારો કરીને એક સામાન્ય અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી ઉમેદવારોને અલગ અલગ જીપીએસસી ભરતીની પ્રાથમિક પરીક્ષા માટે અલગ અલગ તૈયારી કરવાના બદલે એક જ અભ્યાસક્રમની તૈયારી કરવાની રહેશે. તેનાથી ઉમેદવારીની મેહનત અને સમય બંને બચશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us