/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/gpsc-madadnish-van-sanrakshak-class-2-exam.jpg)
GPSC Madadnish Van Sanrakshak Class 2 Exam Interview: જીપીએસસી દ્વારા મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 પરીક્ષાના પાત્ર ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ તારીખ જાહેર કરવામાં આવી છે.
GPSC Madadnish Van Sanrakshak Class 2 Jobs: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ વન સંરક્ષક ભરતી એક મોટા અપડેટ આપવામાં આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ વન સંરક્ષક (જા.ક. 12/2022-23) પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોના ઇન્ટરવ્યૂની તારીખ જાહેર કરવામાં આવી છે. જીપીસીએસના સત્તવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ (ટ્વિટર) પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં સહાયક વન સંરક્ષક વર્ગ 2 ઉમેદવારના ઇન્ટરવ્યૂ કોલ લેટર ડાઉનલોડ કરવા વિશે જાણકારી આપવામાં આવી છે.
GPSC : મદદનીશ વન સંરક્ષક ઇન્ટરવ્યૂ કોલ લેટર
જીપીએસસી એ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અંગે જાણકારી આપી છે. મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 પરીક્ષા પાસ કરનાર પાત્ર ઉમેદવારોના 2 સપ્ટેમ્બર, 2024 થી 14 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
Important Notice to Download Interview Call Letter of Advt No. 12/2022-23 Assistant Conservator of Forest, Class-2https://t.co/7zUYXNzwtC
— GPSC (@GPSC_OFFICIAL) August 20, 2024
ઇન્ટરવ્યૂ કોલ લેટર ડાઉનલોડ કરવાન રીત
- મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ઉમેદવાર રૂબરૂ મુલાકાતનો (ઇન્ટરવ્યૂ કોલ લેટર) પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે જીપીએસસીની સત્તાવાર વેબસાઇટ https://gpsc- ojas.gujarat.gov.in ખોલ
- ઉમેદવારે વેબસાઇટ ૫૨ Call Letter/Form સેક્શનમાં જઈ Interview Call Letter ૫૨ ક્લિક ક૨વાનું ૨હેશે
- ઉમેદવારે ત્યા૨બાદ Select Job માં તમારી પરીક્ષા જાહેરાત ક્રમાંક પસંદ કરી Confirmation Number અને date of birth દાખલ કરવાનું અને OK બટન ૫૨ ક્લીક ક૨વાનું રહેશે
- ત્યા૨બાદ ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર (ઇન્ટરવ્યૂ કોલ લેટર) અને પરિશિષ્ટ ડાઉનલોડ કરવાના રહેશે.
આ પણ વાંચો | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : સાયન્ટિફિક ઓફિસર બનવાની ઉત્તમ તક, પગાર, લાયકાત સહિતની તમામ વિગતો અહીં વાંચો
મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ઇન્ટરવ્યૂ કોલ લેટર અને પરિશિષ્ટ 22 ઓગસ્ટ 2024 ના રોજ 13.00 કલાક થી 14 સપ્ટેમ્બર 2024 ના રોજ 11.00 કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે
મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ના ઉમેદવારોને ઇન્ટરવ્યૂ કોલ લેટર અને પરિશિષ્ટ વગર રૂબરૂ મુલાકાત માટે પ્રવેશ આપવામાં આવશે નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us