GPSC class 2, Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ -2 ની ભરતી, અરજી કરવા માટે માત્ર એક જ અઠવાડિયું બાકી

ગુજરાત જાહેર સેવા આયોગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે વર્ગ 2 અધિકારીની 88 જગ્યાઓ માટે 30 જૂન 2023 સુધી અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે વર્ગ 2 અધિકારીની 88 જગ્યાઓ માટે 30 જૂન 2023 સુધી અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC jobs | GPSC recruitment | Government jobs

જીપીએસસી નોકરી માટે છેલ્લી તારીખ નજીક

GPSC class-2 bharti 2023, last date online apply : ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ વર્ગ 2 અધિકારી માટેની વિવિધ 88 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જોકે, રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તો ફટાફટ કરો નહીં તો સરકારી નોકરી મેળવવાની તક હાથમાંથી સરકી જશે. ગુજરાત સરકારમાં વર્ગ બેની 88 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખનું હવે એક અઠવાડિયું જ બાકી છે.

નોટિફિકેશન પ્રમાણે વર્ગ 2 અધિકારીની 88 જગ્યાઓ માટે 30 જૂન 2023 સુધી અરજીઓ મંગાવી છે. લાયક ઉમેદવારો ઑનલાઇન અરજી કરે છે. GPSC ભરતી 2023 શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત સંપૂર્ણ વિગતો ચાલો જાણીએ.

જીપીએસસી ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાનું નામજીપીએસસી
પોસ્ટવર્ગ -2
કુલ જગ્યા88
શૈક્ષણિક લાયકાતસ્નાતક-અનુસ્નાતક
અરજી મોડઓનલાઇન
અરજી કરવાની તારીખ15 જૂન 2023
છેલ્લી તારીખ30 જૂન 2023
નોટિફિકેશનનોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
ક્યાં અરજી કરવીઅરજી કરવા માટે અહીં ક્લિક કરો

પોસ્ટ વિગતો:

  • પુરાતત્વીય રસાયણશાસ્ત્રી (વર્ગ 2): 01
  • ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધિકારી (વર્ગ 2): 44
  • રેડિયોથેરાપી: 03
  • કાર્ડિયોલોજી: 04
  • મેડિકલ ગેસ્ટ્રોલોજિક: 01
  • ન્યુરોલોજી : 05
  • સીટી સર્જરી: 01
  • યુરોલોજી : 07
  • ન્યુરોસર્જરી : 04
  • પીડિયાટ્રિક સર્જરી: 03
  • બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી : 03
  • ઇમ્યુનો હેમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન : 01
  • દંત ચિકિત્સા: 01
  • ઇમરજન્સી મેડિસિન: 05
  • પુરાતત્વ ઇજનેર (વર્ગ 2): 04
  • મદદનીશ ઈજનેર: 01

શૈક્ષણિક લાયકાત

પુરાતત્વીય રસાયણશાસ્ત્રી (વર્ગ 2):

સ્નાતક / અનુસ્નાતક

અનુભવ: 7/5 વર્ષ.

ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધિકારી (વર્ગ 2):

B.E / B.Tech – MEC – Ele – Che.

રેડિયોથેરાપી:

MD/DNB


કાર્ડિયોલોજી:

ડીએમ / ડીએનબી
તબીબી ગેસ્ટ્રોલોજિક:

MD/DM/DNB

ન્યુરોલોજી:

ડીએમ / ડીએનબી

સીટી સર્જરી:

M.Ch/DNB

યુરોલોજી:

M.Ch/DNB

ન્યુરોસર્જરી:

M.Ch/DNB

બાળ ચિકિત્સા સર્જરી:

M.Ch/DNB

બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી:

M.Ch/DNB

ઇમ્યુનો હેમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન:

MD/DM/DNB

ડેન્ટલઃ

MDS / DNB

ઇમરજન્સી દવા:

MS/MD/DNB

પુરાતત્વ ઇજનેર (વર્ગ 2):

DIP / BE/TEC. સિવિલ
અનુભવ: 5/3 વર્ષ.

મદદનીશ ઈજનેર:

BE/B.TECH, MECH

મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

કેવી રીતે અરજી કરવી?

પાત્ર અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

Advertisment
પરીક્ષા નોકરી કરિયર જીપીએસસી સરકારી નોકરી