/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/GPSC-Recruitment-2023.jpg)
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
GPSC Recruitment 2023, GPSC bharti, Assistant Professor Recruitment 2023 : ગુજરાત સરકારની નોકરી માટે તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ સ્ટ્રીમમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી બહાર પાડી છે. જીપીએસસી દ્વારા 309 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે ઉમેદવારો પાસે અરજીઓ આમંત્રીત કરી છે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડેલી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) |
| પોસ્ટ | આસિસ્ટન્ટ પ્રોફેસર |
| કુલ જગ્યા | 309 |
| અરજી ફી | ₹ 100 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 1/1/2024 |
GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો
| પોસ્ટ | વર્ગ | ખાલી જગ્યા |
| નેત્રવિજ્ઞાન | વર્ગ-1 | 20 |
| ડેન્ટીસ્ટ્રી | વર્ગ-1 | 06 |
| T.B.Chest | વર્ગ-1 | 12 |
| ઇમરજન્સી મેડિસિન | વર્ગ-1 | 08 |
| જનરલ મેડિસિન | વર્ગ-1 | 70 |
| જનરલ સર્જરી | વર્ગ-1 | 51 |
| પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાન | વર્ગ-1 | 34 |
| બાળરોગ | વર્ગ-1 | 36 |
| મનોચિકિત્સા | વર્ગ-1 | 02 |
| ત્વચા અને V. D | વર્ગ-1 | 07 |
| ઓર્થોપેડિક્સ | વર્ગ-1 | 49 |
| રેડિયોથેરાપી | વર્ગ-1 | 06 |
| E.N.T. | વર્ગ-1 | 08 |
GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ
| પોસ્ટ | શૈક્ષણિક લાયકાત | અનુભવ |
| નેત્રવિજ્ઞાન | MS/MD/DNB | 4 વર્ષ |
| ડેન્ટીસ્ટ્રી | MDS/DNB | 06 |
| T.B.Chest | MD/DNB | 12 |
| ઇમરજન્સી મેડિસિન | MS/MD/DNB | 08 |
| જનરલ મેડિસિન | MD/DNB | 70 |
| જનરલ સર્જરી | MD/DNB | 51 |
| પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાન | MS/MD/DNB | 34 |
| બાળરોગ | MD/DNB | 36 |
| મનોચિકિત્સા | MD/DNB | 02 |
| ત્વચા અને V. D | MD/DNB | 07 |
| ઓર્થોપેડિક્સ | MD/DNB | 49 |
| રેડિયોથેરાપી | MS/MD/DNB | 06 |
| E.N.T. | MD/DNB | 08 |
GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, અરજી ફી:
જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે ગુજરાત રાજ્યની અનામત શ્રેણીઓ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પી.એચ. ઉમેદવારોએ ફી લેવાની જરૂર નથી. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ભરવાની રહેશે.
GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડેલી આસિસ્ટન્ટની જગ્યા માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે આપેલી અધિકૃત જાહેરાત વાંચો.
GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us