GPSC Recruitment 2023, DySO bharti | જીપીએસસીની નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે કેવી હશે પરીક્ષા પક્રિયા? મહત્વની વિગતો વાંચો

GPSC Recruitment 2023 notification date and online application : જીપીએસસીએ નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

GPSC Recruitment 2023 notification date and online application : જીપીએસસીએ નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC recruitment 2023 | GPSC Bharti 2023 | DySO recruitment | mamlatdar recruitment | Government jobs | Gujarat Government jobs | sarakari nokari |sarakari jobs

જીપીએસસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની 127 જગ્યાઓ પર ભરતી

GPSC Recruitment 2023, deputy section officer and deputy mamlatdar, examination process : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1, વર્ગ 2 અને વર્ગ 3ની બમ્પર ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની કુલ 127 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રસધરાવતા ઉમેદવારોએ http://gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર 31 જુલાઈ 2023 રાત્રે 11.59 વાગ્યા સુધી અરજી કરવાની રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. આ પરીક્ષા માટે પક્રિયા કેવી રહેશે એ અંગે વિગતે જાણીશું..

Advertisment

GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામનાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર
નાયબ સેક્શન અધિકારી120 જગ્યાઓ
નાયબ મામલતદાર07 જગ્યાઓ
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023
વયમર્યાદા35 વર્ષથી વધારે નહીં
પગારરૂ.1,26,600 સુધી

GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની ભરતી પરીક્ષાની રૂપરેખા

Advertisment

પ્રાથમિક કસોટીનું હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર 200 ગુણ અને 2 કલાકના માટે રહેશે. અંધ ઉમેદવારોને પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષામાં પેપર દીઠ પ્રતિ કલાક 20 મિનિટનો વળતર સમય આપવામાં આવશે. જેની મંજૂરી પરીક્ષા અગાઉ આયોગ પાસેથી લેવાની રહેશે.

મુખ્ય લેખિત પરીક્ષાના અભ્યાસક્રમના કુલ-4 પેપર રહેશે

ક્રમવિષયગુણસમય
પ્રશ્નપત્ર -1ગુજરાતી ભાષા1003 કલાક
પ્રશ્નપત્ર -2અંગ્રેજી ભાષા1003 કલાક
પ્રશ્નપત્ર -3સામાન્ય અભ્યાસ-11003 કલાક
પ્રશ્નપત્ર -4સામાન્ય અભ્યાસ-21003 કલાક
  • પેપર -1 અને પેપર- 2 ના પ્રશ્નપત્ર સ્તર ધો.12નું રહેશે તથા પેપર-3 તથા પેપર 4ના પ્રશ્નપત્રોનું સ્તર સ્નાતક કક્ષાનું રહેશે. પ્રત્યેક પેપર દીઠ સમય 3 કલાકનો રહેશે. પ્રાથમિક કસોડીમાં આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલી કેટેગરીવાઇઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરાવતા જાહેરાતમાં દર્શાવેલી જગ્યાનાં આશરે છ ગણા ઉમેદવારોને જ મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. પ્રાથમિક કસોટી તથા મુખ્ય લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રનો વિગતવાર અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ પર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.
  • મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવેલા ઉમેદવારોએ તમામ 4 પ્રશ્નપત્રોમાં ઉપસ્થિત રહેવું ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર એક કે તેથી વધુ પ્રશ્નપત્રમાં ગેરહાજર રહેશે તો તેને પસંદગી માટે પાત્ર ગણવામાં આવશે નહીં.
  • પ્રિલિમનરી ટેસ્ટમાં ઉમેદવારને કમ્પ્યુટરાઇઝ્ડ ખાસ પ્રકારની ઓએમઆર સીટ આપવામાં આવશે. પ્રશ્નપત્રના બધા પ્રશ્નો હેતુલક્ષી હશે. દરેક પ્રશ્નના જવાબદમાં એ,બી,સી,ડી અને ઇ એમ પાંચ વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ ઈ નોટ એટેમ્ટેડ તરીકેનો રહેશે. જો ઉમેદવાર પ્રશ્નનો જવાબ આપવા ન ઇચ્છતા હોય તો આ ઇ વિકલ્પ પસંદ કરી શકશે.
  • પ્રાથમિક કસોટીમાં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં.. આખરી પરિણામ માત્ર મુખ્ય લેખિત પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે.
  • પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. સિવાય કે મુખ્ય લેખિત પરીક્ષાના પેપર નંબર 2 અંગ્રેજીનું માધ્યમ બદા ઉમેદવારો માટે અંગ્રેજી રહેશે.

GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની ભરતી પરીક્ષામાં પ્રવેશ

  • 1 - જરૂરી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય પ્રાથમિક કસોટી બેસવા દેવામાં આવશે.
  • 2- જે ઉમેદવારોને પ્રાથમિક કસોટીના પરિણામમાં મુખ્ય લેખિત પરીક્ષા માટે કામ ચલાઉ સફળ જાહેર કરેલા હશે તેઓએ મુખ્ય લેખિત પરીક્ષા માટે અલગથી બીજું અરજી પત્રક ઓનલાઇન ભરવાનું રહેશે. જેની સાથે જરૂરી ફી અને પ્રમાણપત્રો સ્કેન કરીને ઉમેદવારે આયોગની વેબસાઇટ https://gpsc-iass.gujarat.gov.in ઉપર અપલોડ કરવાનું રહેશે.
  • 3 - ઉમેદવારો તરફથી મળેલા અરજીપત્રકોની ભરતી નિયમો, પરીક્ષા નિયમો અને જાહેરાતની જોગવાઇઓ તથા લાગુ પડતાં અન્ય હુકમો મુજબ ચકાસણી કરવામાં આવશે અને જોગવાઈ સંતોષતા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.
  • 4- મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ અંગે આયોગનો નિર્ણય આખી ગણાશે અને આયોગના નિર્ણય સામે કોઈપણ પત્ર વ્યવહાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની ભરતી પરીક્ષા કેન્દ્રોની વિગતો

  • 1 - પ્રાથમિક પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવાની રહેશે. મુખ્ય લેખિત પરીક્ષા સંભવતઃ અમદાવાદ અને ગાંધીનગર ખાતે લેવામાં આવશે.
  • 2- પ્રાથમિક પરીક્ષા માટે પરીક્ષાનું સ્થળ, પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી આયોગની વેબસાઇટ https://gpsc-iass.gujarat.gov.in ઉપર મૂકવામાં આવશે. અને પ્રાથમિક પરીક્ષા માટેના પ્રવેશપત્ર http://gpsc-ojas.
  • gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ઉમેદવારોએ ડાઉનલોડ કરવાના રહેશે.
  • 3- ઉમેદવારોને પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય લેખિત પરીક્ષામાં સ્વ ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.

GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની ભરતી પરીક્ષાનું પરિણામ

  • 1- આખરી પરિણામ આયોગના નોટિસ બોર્ડ અને વેબસાઇટ પર મુકવામાં આવશે.
  • 2- આ પરિણામમાં ઉમેદવારના નામ, બેઠક ક્રમાંક, મેળવેલા કુલ ગુણતેમજ પસંદગીની વિગતો આપવામાં આવશે.
  • 3- આ પરિણામમાં અસફળ થયેલા ઉમેદવારોના બેઠક ક્રમાંક અને તેઓએ મેળવેલા ગુણની વિગતો આપવામાં આવશે.
  • 4- ઉક્ત જાહેરાત અન્વયે કોઈ પ્રતિક્ષાયાદી રહેશે નહીં.

GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની ભરતીનું નોટિફિકેશન

GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની ભરતી પરીક્ષા માટે અગત્યની સુચના

  • 1 - ઉમેદવારે પોતાની સાથે સેલ્યુલર ફોન, ટેબ્લેટ, પેજર અથવા બીજી કોઈ મોબાઇલ સંદેશા વ્યવહારના ઇલેક્ટ્રોનિક્સ બ્લૂટુથ વગેરે સાધનો પરીક્ષા ખંડમાં સાથે લઇ જવાની છૂટ નથી. જેના ભંગ બદલ ઉમેદવારો માટે નિર્દિષ્ટ કરાયેલી શિક્ષા પાત્ર બનશે.
  • 2 - ઉમેદવાર પ્રાથમિક કસોટીમાં તથા મુખ્ય લેખિત પરીક્ષામાં કેલ્ક્યુલેટનો ઉપોયગ કરી શકશે નહીં.
  • 3- અંધ ઉમેદવારને જે લહિયો મળવાપાત્ર છે તે વ્યક્તિની શૈક્ષણિક લાયકાત સ્નાતકની પરીક્ષા પાસ કરેલી ન હોવી જોઈએ
  • 4- અંધ ઉમેદવરે જે લહિયો રાખવાનો હોય તેની સંપૂર્ણ વિગત નામ, સરનામું, શૈક્ષણિક લાયકાતની ઝેરોક્ષ નકલ આયોગની પરીક્ષા અગાઉ મોકલી આપવાની રહેશે અને તેની આયોગના ધારાધોરણ પ્રમાણે મંજૂરી મળ્યાની તેઓને જાણ કરવામાં આવશે.
  • 5- લહિયાની સુવિધા મેળવનાર ઉમેદવારોને પરીક્ષામાં દર કલાક દીઠ 20 મિનિટનો વળતર સમય મળવાપાત્ર રહેશે.
  • 6- ઉમેદવારોને ખાસ જણાવવાનું કે અરજીપત્રક તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવાર, આ જગ્યાના ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોને જાહેરાતની જોગવાઈ તથા લાગુ પડતા અન્ય હુકમો મુજબ લાયકાત ધરાવતા નથી તે માલૂમ પડશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે.
પરીક્ષા કરિયર ટીપ્સ કરિયર જીપીએસસી