GPSC Recruitment 2023, Tribal Development Officer bharti, exam process : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1, વર્ગ 2 અને વર્ગ 3ની બમ્પર ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત આદિજાતિ વિકાસ કમિશનર કચેરી, ગુજરાત રાજ્ય હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2ની કુલ 26 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જીપીએસસીએ આ જગ્યાઓ માટે ઉમેદવાર પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે. રસધરાવતા ઉમેદવારોએ http://gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર 31 જુલાઈ 2023 રાત્રે 11.59 વાગ્યા સુધી અરજી કરવાની રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ પોસ્ટનું નામ આદિજાતિ વિકાસ અધિકારી કુલ જગ્યાઓ 26 અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 વયમર્યાદા 35 વર્ષથી વધારે નહીં પગાર ₹44,900-₹1,42,400 – પે મેટ્રીક લેવલ- 8 અરજી કરવાની વેબસાઈટ http://gpsc-ojas.gujarat.gov.in
GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી કરેલી હોવી જોઈએ. જે ઉમેદવાર હાજર થયો હોય અથવા હાજર થવાનો ઇરાદો ધરાવતો હોય અથવા અંતિમ પરિણામની રાહ જોતો હોય જરૂરી લાયકાતનું સેમેસ્ટર/વર્ષ, અરજી કરી શકે છે. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો હેઠળ કોમ્પ્યટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરવાતા હોવા જોઈએ. આ ઉપરાંત ગુજરાતી અને હિન્દી અથવા બંનેનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પરંતુ ઉમેદવારે લાયકાત મેળવવી પડશે અને અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પહેલાં જાહેરાત મુજબ જરૂરી લાયકાત સબમિટ કરવાની રહેશે.
GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી માટે પરીક્ષા અંગે મહત્વની માહિતી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશનમાં આપેલી માહિતી પ્રમાણે આ જગ્યા માટે નિમણૂક માટે ઉમેદવારોની પસંદગી પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાત યોજીને કરવામાં આવશે. પ્રાથમિક કસોટીના ગુણ ક્રમાનુસાર જરૂરી અરજીઓની ચકાસણી કરી ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે પાત્રતા ભરતી નિયમો, આયોગના કચેરી હુમક અને સરકારી પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર નક્કી કરાશે. પ્રાથમિક કસોડીમાં ઉમેદવાર 15 ટકાથી ઓછા ગુણ મેળવશે, તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં. આ કસોટીનું માધ્યમ આયોગ અન્યથા નક્કી કરશે નહીં તો ગુજરાતી રહેશે.
પ્રામિક કસોટી સામાન્યત ગાંધીનગર અને અમદાવાદ ખાતે લવામાં આવશે અને ઉમેદવારોએ સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. સામાન્ય અભ્યાસના 100 ગુણના 100 પ્રશ્નો સંબંધિત વિષયના 200 ગુણના 200 પ્રશ્નો એમ કુલ 300 ગુણના પ્રશ્નો રહેશે. આ પ્રાથમિક કસોટી માટે 180 મિનિટનો સમય રહેશે.
GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતીની ભરતી માટે કેવી રીતે આપવામાં આવશે માર્ક્સ
પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાત દ્વારા થતી ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની આખરી પસંદગી 50 ટકા ગુણભાર પ્રાથમિક કસોટીના 300 ગુણમાંથી મેળવેલા ગુણ અને 50 ટકા ગુણભાર રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. એટલે કે પ્રાથમિક કસોટીના 300 ગુણમાંથી મેળવેલા ગુણને 50 ટકા ગુણભાર અને રૂબરૂ મુલાકાતમાં 100 ગુણમાંથી મેળવેલા ગુણને 50 ટકા ગુણભાર ગણી કુલ 100 ગુણમાંથી ગુણ આપવામાં આવશે.
જો યુનિવર્સિટીએ માર્કશીટમાં ટકાવારી દર્શાવેલ ન હોય તો ઉમેદવારે ટકાવારી ગણવા માટેની ફોર્મ્યુલા આધાર અરજી સાથે રજૂ કરવાના રહેશે.
જો ઉમેદવાર વિદેશની યુનિવર્સિટીની પદવી મેળવેલ હશે તો તેવી પદવીની ભારતમાં માન્યતા – સમકક્ષતા ગણવા અંગે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતીની ભરતી માટે રૂબરૂ મુલાકાત વિશે
રૂબરૂ મુલાકાત આયોગની કચેરી ખાતે જ લેવામાં આવશે. પ્રાથમિક કસોટીના પરિણામના આધારે રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારે રૂબરૂ મુલાકાત માટે પોતાના ખર્ચે અને ફરજિયાત પણે ઉપસ્થિત થવાનું રહેશે. તેમજ જે ભરતી પ્રસંગો અન્વયે શારીરિક ક્ષમતા કસોટી અથવા શારીરિક માપદંડ ચકાસણીની જોગવાઇ છે, તેવા તમામ તબક્કે ઉમેદવારે ફરજિયાત પણે ઉપસ્થિત રહેવાનું રહેશે. જો ઉમેદવાર ભરતી પ્રક્રિયાના કોઇપણ તબક્કે ગેરહાજર રહેશે તો તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિના ઉમેદવારો તથા બેરોજગાર ઉમેદવારો કે જેઓના માતા-પિતાની વાર્ષિક આવક આવકવેરાને પાત્ર ન હોય તેઓને તેમના રહેઠાણના સ્થળેથી રૂબરૂ મુલાકાત માટે આવવા તથા જવા માટે ગુજરાત એસટી નિગમ દ્વારા નિયત થેયલી ટિકિટના દર પ્રમાણે ભાડુ મળવા પાત્ર થશે.
રૂબરૂ મુલાકાતના દિવસે રૂબરુ મુલાકાતના પત્રમાં દર્શાવવામાં આવેલા અસલ પ્રમાણપત્રો રજુ કરાવના રહેશે. તથા આ પ્રમાણપત્રોની સ્વયંપ્રમાણિત નકલો અને બારકોડવાળા અરજીપત્રકની નકલ પણ આયોગ ભવનમાં જમા કરાવવાની રહેશે. જો ઉમેદવાર અસર પ્રમાણપત્ર રજુ કરશે નહીં. તો તેઓ રૂબરૂ મુલાકાત માટે પાત્ર બનશે નહીં તેની ખાસ નોંધ લેવી
વર્ગ-3ના કિસ્સામાં રૂબરૂ મુલાકાત યોજવાની થતી ન હોઈ, વર્ગ-3ની ભરતી પ્રક્રિયા રૂબરૂ મુલાકાતની જોગવાઈ લાગુ પશે નહીં.
GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતીનું નોટિફિકેશન
GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતીની ભરતી માટે વયમર્યાદા
ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી અર્થાત 31 જુલાઈ 2023ના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને 35 વર્ષ સામાન્ય વહિવટ વિભાગના 29-9-2022ના જાહેરનામા ક્રમાંક NO/GS/11/2022/CRR/11/2021/450900/G.5 થતાં આયોગના હુકમ અતર્ગત 36 વર્ષ પુર્ણ કરેલ ન હોવા જોઈએ. ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખનાં રોજ ગણવામાં આવશે.
GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી માટે કોણ અરજી કરી શકશે?
ભારતનો નાગરિક અથવા નેપાળનો પ્રજાજન અથવા ભૂતાનનો પ્રજાજન અરજી કરી શકશે. તિબેટનો નિર્વાસિત જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી 1 જાન્યુઆરી 1962 પહેલાં ભારતમાં આવેલા હોવા જોઈએ અથવા મૂળ ભારતીય વ્યક્તિ કે જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકાના દેશો, સંયુક્ત પ્રજાસત્તાક તાંઝાનિયા ઝાંબિયા, મલાવી, ઝૈર, ઇથોપિયા અથવા વિયેટનામથી સ્થળાંતર કરીને આવેલા હોવા જોઈએ.
GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?
જાહેરાત સંદર્બમાં આયોગ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે 15 જુલાઈ 2023 બપોર 1 વાગ્યાથી 31 જુલાઈ 2023 વાગ્યા સુધી રાત્રીના 11.59 વાગ્યા સુધીમાં https://gpsc-ojas.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે વેબસાઇટ ઉપર દર્શાવ્યા પ્રમાણે એક પછી એક સ્ટેપ અનુસરવાના રહેશે.