GPSC Recruitment 2024 : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં આચાર્ય વર્ગ-2ની ભરતી, જાણો તમામ વિગત

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં આચાર્ય વર્ગ-2 ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં આચાર્ય વર્ગ-2 ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024, GPSC Recruitment, GPSC, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી - photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની આચાર્ય વર્ગ-2ની 60 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા આચાર્ય વર્ગ-2 ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

આચાર્ય વર્ગ-2 ભરતી અરજી તારીખ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના આચાર્ય વર્ગ-2 માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. https://gpsc-ojas.gujarat.gov.in પર ઉમેદવારો તારીખ 08/07/2024, બપોરે 1 વાગ્યાથી લઇને તારીખ 22/07/2024, રાતે 11:59 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવારી નોંધાવતાં પહેલા ઉમેદવારો ભરતી અંગેની વિગતો અને સુચનાઓ ગુજરાત જાહેર સેવા આયોગના નોટીસ બોર્ડ પર તથા આયોગની વેબસાઇટ પર જાણી પછી અરજી કરવાની રહેશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી આચાર્ય વર્ગ 2 ની ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલી છે. ઉમેદવારોએ જે તે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.

આચાર્ય વર્ગ 2 ભરતી માટે વય મર્યાદા શું?

  • આચાર્ય વર્ગ 2 ની ભરતી માટે ઉમેદવારોની ઉંમર 38 વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.
  • અનામત કક્ષાના ઉમેદવારોને ધારા ધોરણ મુજબ ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે.
  • ઉંમર ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

આ પણ વાંચો - ગુજરાત રાજ્ય બીજ નિગમમાં ક્લાસ-2 બીજ અધિકારી બનવાની ઉત્તમ તક, જાણો ભરતી અંગે તમામ વિગત

આચાર્ય વર્ગ 2 પગાર ધારણ

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની આચાર્ય વર્ગ-2ની જગ્યા માટે 44,900-1,42,400 લેવલ 8 પગાર ધોરણ પર ભરતી કરવામાં આવશે.

આચાર્ય વર્ગ 2 ભરતી, ભાષા અને કોમ્પ્યુટર જ્ઞાન

ઉમેદવારોએ ગુજરાતી અને હિન્દી બંન્ને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. આ ઉપરાંત ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 માં દર્શાવેલ કોમ્પ્યુટર એપ્લીકેશનનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.

પરીક્ષાની સંભવિત તારીખ

આચાર્ય વર્ગ- 2 માટે પ્રાથમિક કસોટી સંભવિત ઓક્ટોબર 2024 દરમિયાન લેવાશે. જ્યારે આ પરીક્ષાનું સંભવિત પરિણામ ડિસેમ્બર 2024માં જાહેર કરાશે. ત્યાર બાદ રુબરુ ઇન્ટરવ્યૂ સંભવિત એપ્રિલ 2025માં લેવાશે.

Advertisment
ગુજરાતી ન્યૂઝ ગુજરાત કરિયર જીપીએસસી સરકારી નોકરી