ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : મદદનીશ ઈજનેર, વર્ગ-2ની નોકરી, ₹ 44 હજાથી વધુનો પગાર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2ની કુલ 250 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2ની કુલ 250 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024 Assistant Engineer

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ ઈજનેર- photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2ની કુલ 250 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટમદદનીશ ઈજનેર (સિવિલ)
હોદ્દોવર્ગ-2 અધિકારી
જગ્યા250
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
અરજી ફી₹100
અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2024
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2 ભરતી પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત99
આર્થિક રીતે નબળા વર્ગો58
સા.અને શૈ.પ.વર્ગ54
અનુસૂચિત જાતિ24
અનુસૂચિત જનજાતિ15
કુલ250

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગ (સિવિલ) અથવા ટેકનોલોજી (સિવિલ) માં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પુરતું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

  • આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • ઉંમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
  • નોટિફિકેશનમાં દર્શાવ્યા પ્રમાણે કેટલાક ઉમેદવારને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે

પગાર ધોરણ

આ જગ્યા માટે પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રિક સ્કેલ લેવલ-8 મુજબ ₹44,990 - ₹ 1,42,400 પગાર મળવા પાત્ર રહેશે.

અરજી ફી

  • સામાન્ય કેટેગરી એટલે કે બિન અનામત ઉમેદવારોને અરજી ફી તરીકે 100 રૂપિયા અને પોસ્ટલ સર્વિસ ચાર્જ આપવાનો રહેશ.
  • ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી
  • ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાતમાં સરકારમાં વર્ગ-1 અને વર્ગ -2 અધિકારી બનવાની વધુ એક સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
ગુજરાત નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી