ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઈજનેર વર્ગ -2ની નોકરી, પગાર પણ જોરદાર

GPSC Recruitment 2024 : જીપીએસસી ભરતી અંતર્ગત માર્ગ અને મકાન વિભાગની મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-2ની કૂલ 96 જગ્યો ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
November 21, 2024 09:58 IST
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઈજનેર વર્ગ -2ની નોકરી, પગાર પણ જોરદાર
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-2 - photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં 605 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જીપીએસસી ભરતી અંતર્ગત માર્ગ અને મકાન વિભાગની મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-2ની કૂલ 96 જગ્યો ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-2ની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી એ અંગે મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતી (GPSC)
પોસ્ટમદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-2ની
વિભાગમાર્ગ અને મકાન વિભાગ
જગ્યા96
વર્ગવર્ગ-2 અધિકારી
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2024
વેબસાઈટhttps://gpsc-ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત42
આર્થિક રીતે નબળા8
સા.શૈ.પ.વર્ગ27
અ.નુ.જાતિ7
અનુ.જનજાતિ12
કુલ96

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગ (સિવિલ) અથવા ટેકનોલોજી (સિવિલ) માં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પુરતું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉમેર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

પગાર ધોરણ

માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ -2 પોસ્ટ પર પસંદ પામેલા ઉમેદવારોને ₹ 44,900થી ₹ 1,42,400 પે મેસ્ટ્રીક્સ લેવલ – 8 મુજબ પગાર મળવા પાત્ર થશે.

અરજી ફી

  • સામાન્ય કેટેગરી એટલે કે બિન અનામત ઉમેદવારોને અરજી ફી તરીકે 100 રૂપિયા અને પોસ્ટલ સર્વિસ ચાર્જ આપવાનો રહેશ.
  • ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી
  • ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-2 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- રાજ્યના આરોગ્ય વિભાગમાં 2000થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ