GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ 314 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હસ્તકની સહાયક મોટર વાહન નિરીક્ષકની વર્ગ-3 અધિકારીઓની 153 જગ્યાઓ ભરતી થવા જઈ રહી છે. આ માટે જીપીએસસી દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત સહાયક મોટર વાહન નિરીક્ષકની વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,ભરતી અંગે મહત્વપૂર્ણ તારીખો, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે પોસ્ટની વિગતો
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટ સહાયક મોટર વાહન નિરીક્ષકની વર્ગ-3 જગ્યા 153 વર્ગ વર્ગ-3 અધિકારી અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2024 ક્યાં અરજી કરવી https://gpsc.gujarat.gov.in
સહાયક મોટર વાહન નિરીક્ષક પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા બિનઅનામત 42 આર્થિક રીતે નબળા વર્ગો 35 સા.શૈ.પ.વ. 39 અનુ.જાતિ 15 અનુ.જનજાતિ 22
153 જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ
કેટેગરી જગ્યા બિનઅનામત 14 આર્થિક રીતે નબળા વર્ગો 11 સા.શૈ.પ.વ. 13 અનુ.જાતિ 5 અનુ.જનજાતિ 7
શૈક્ષણિક લાયકાત
મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા (3 વર્ષનો અભ્યાસક્રમ) અથવા ઓટોમોબાઈલમાં ડિપ્લોમા ધરાવોમાન્ય યુનિવવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઈલમાં બેચલર ડિગ્રીગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યુટર ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. આ પ્રકારની લાયકાત નહિં ધરાવનાર ઉમેદવાર નિમણૂકને પાત્ર બનશે નહીં.
પગાર ધોરણ
આ જગ્યા માટે પસંદ કરેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પથી ₹ 39,900થી ₹ 1,26,600 પે મેટ્રીક્સના લેવલ -7 ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે.
વય મર્યાદા
ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશેઅરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવાર 19 વર્ષ પુરા કરેલા હોવા જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવા જોઈએ.
ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે સહાયક મોટર વાહન નિરીક્ષકની વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
આ પણ વાંચોઃ- ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની જોરદાર તક, વર્ગ-1,2 અને 3ની ભરતી, વાંચો A to Z માહિતી
ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.