ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : સરકારી મેડિકલ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી, અહીં વાંચો બધી તમા માહિતી

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સરકારી ડેન્ટલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ ખાતે વિવિધ પોસ્ટ માટે મદદનીશ પ્રાધ્યાપક એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ - 1 અધિકારીની જગ્યાઓ ભરવાની છે.

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સરકારી ડેન્ટલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ ખાતે વિવિધ પોસ્ટ માટે મદદનીશ પ્રાધ્યાપક એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ - 1 અધિકારીની જગ્યાઓ ભરવાની છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024 Assistant Professor dental

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આસિસ્ટન્ટ પ્રોફેસર ડેન્ટલ - photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : મેડિકલનો અભ્યાસ કરેલો છે અને સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ પણ કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગેગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અધિકારીઓની પસંદગી કરવા માટે 314 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સરકારી ડેન્ટલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ ખાતે વિવિધ પોસ્ટ માટે મદદનીશ પ્રાધ્યાપક એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ - 1 અધિકારીની જગ્યાઓ ભરવાની છે. આ માટે સંસ્થા દ્વારા લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

Advertisment

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ -1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,ભરતી અંગે મહત્વપૂર્ણ તારીખો, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે પોસ્ટની વિગતો

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
પોસ્ટઆસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ -1
જગ્યા28
વર્ગવર્ગ-1 અધિકારી
વય મર્યાદા40 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓક્ટોબર 2024
ક્યાં અરજી કરવીhttps://gpsc.gujarat.gov.in

પોસ્ટની વિગત

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સરકારી ડેન્ટલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ ખાતે વિવિધ પોસ્ટ માટે મદદનીશ પ્રાધ્યાપક એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ - 1 અધિકારીની જગ્યાઓ ભરવાની છે. જેની વિગત નીચે પ્રમાણે છે.

Advertisment
આસિસ્ટન્ટ પ્રોફેસર-પોસ્ટજગ્યા
પીડોડોન્ટીક્સ (પેડીયાટ્રીક)એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી3
ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજી3
પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રીજ3
કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ5
ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી4
ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક2
પેરીયોડોન્ટોલોજી4
ઓરલ પેથોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી3
પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી1
કુલ28

શૈક્ષણિક લાયકાત

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સરકારી ડેન્ટલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ ખાતે વિવિધ પોસ્ટ માટે મદદનીશ પ્રાધ્યાપક એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ - 1 અધિકારીની વિવિધ પોસ્ટ માટે સંસ્થા દ્વારા વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત જાણવા માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in વેબસાઈટ ઉપર જઈને વાંચવી.

પગાર ધોરણ

લેવલ - 11 અને એન્ટ્રી પે ₹ 68,900

વય મર્યાદા

  • ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
  • અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવાર 40 વર્ષની ઉંમર કરતા વધારે ન હોવી જોઈએ

ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચોઃ- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની જોરદાર તક, વર્ગ-1,2 અને 3ની ભરતી, વાંચો A to Z માહિતી

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી