ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાતની વિવિધ ડેન્ટલ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી, ₹68,000 થી વધુ પગાર

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સરકારી ડેન્ટલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે.

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સરકારી ડેન્ટલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024 Assistant Professor dental

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આસિસ્ટન્ટ પ્રોફેસર ડેન્ટલ - photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ડેન્ટલનો અભ્યાસ કરેલા અને સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સરકારી ડેન્ટલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. જીપીએસસી દ્વારા મદદનીશ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-1ની 23 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા ઓયોગ ભરતી અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધિતી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આસિસ્ટન્ટ પ્રોફેસર પોસ્ટની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટઆસિસ્ટન્ટ પ્રોફેસર (ડેન્ટલ સંવર્ગ)
જગ્યા23
વય મર્યાદા40 વર્ષથી વધુ નહીં
નોકરી પ્રકારક્લાસ-1
અરજી કરવાની છેલ્લી તારીખ3 ઓક્ટોબર 2024
વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in

આસિસ્ટન્ટ પ્રોફેસર (ડેન્ટલ સંવર્ગ) પોસ્ટની વિગતે માહિતી

પોસ્ટજગ્યા
પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ4
કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ4
ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી6
ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્તોપેડીક્સ5
પેરીયોડોન્ટોલોજી2
ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી1
પબ્લિક હેલ્થ ડેન્ટ્રીસ્ટ્રી1

આસિસ્ટન્ટ પ્રોફેસર (ડેન્ટલ સંવર્ગ) પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત

ઉમેદાવરોએ સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી બી.ડી.એસ સાથે એમ.ડી.એસ કરેલું હોવું જોઈએ અને જેતે પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે જે આ પ્રમાણે છે.

publive-image

આસિસ્ટન્ટ પ્રોફેસર (ડેન્ટલ સંવર્ગ) પોસ્ટ માટે વય મર્યાદા અને પગાર ધોરણ

  • વય મર્યાદા - સરકારી ડેન્ટલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલમાં નોકરી માટે અરજી કરના ઉમેદવારોની ઉંમર 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ અને આ ઉંમર ઓનલાઈન અરજી સ્વિકારવાની છેલ્લી તારીખ સુધી ગણવામાં આવશે.
  • પગાર ધોરણ - આ પોસ્ટ માટે પસંદ પામેલા ઉમેદવારોના પગાર ધોરણની વાત કરીએ તો ઉમેદવારોને પે મેટ્રીક્સ સ્કેલ લેવલ 11 પ્રમાણે એન્ટ્રી પે ₹ 68,900 મળવા પાત્ર છે.

અરજી ફી

સામાન્ય કેટેગરીના ઉમેદાવરે ભવાની ફી 100 ઉપરાંત પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં 100 રૂપિયા ઉપરાંત સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. આ ઉપરાંત મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદાવરોએ ફી ભરવાની રહેતી નથી. ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.

અરજી કેવી રીતે કરવી ?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા ઓયોગ ભરતી અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધિતી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરીની તક, આજથી અરજી પ્રક્રિયા શરૂ

પ્રાથમિક કસોટીની પરીક્ષા પદ્ધતિ

સંબંધિત વિષ્યનું 200 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. જેનો સમયગાળો 180 મિનિટ્સનો રહેશે. પ્રાથમિક કસોટીમાં ઉમેદાવરે 25 ટકાથી ઓછા ગુણ મેળવશે તો તેમને મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદાવરો 20 ટકાથી ઓછા ગુણ મેળવશે તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં.

Advertisment
નોકરી કરિયર જીપીએસસી સરકારી નોકરી