ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની 605 જગ્યાઓ માટે અરજી કરવાની બાકી હોય તો ફટાફટ કરો, છેલ્લી તારીખ એકદમ નજીક

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની કૂલ 605 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની કૂલ 605 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024, GPSC Bharti 2024, GPSC Recruitment notification | Gujarat Public Service Commission

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી - photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં 605 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી હતી. જેની અરજી પ્રક્રિયા ચાલું છે.હજી પણ જે લાયક અને રસ ધરાવતા ઉમેદાવારોને અરજી કરવાની બાકી હોય એ જરા ઉતાવળ કરે. કારણ કે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખના આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જીપીએસસીએ વિવિધ પોસ્ટની 605 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024 રાખેલી છે.

Advertisment

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા, નોકરી પ્રકાર, વય મર્યાદા, પદાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટવિવિધ
જગ્યા605
નોકરીનો પ્રકારસરકારી
અરજી કરવાની શરુઆતની તારીખ14-11-2024
અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2024
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટવર્ગજગ્યા
જિલ્લા મેલેરિયા અધિકારીવર્ગ-247
મદદનીશ નિયામક (હોમિયોપેથી)વર્ગ-11
વહીવટી અધિકારી સામાન્ય રાજ્ય સેવાવર્ગ-26
મોટર વાહન પ્રોસિક્યુટરવર્ગ-23
કચેરી અધીક્ષકવર્ગ-27
મદદનીશ ઈજનેર (સિવિલ)વર્ગ-296
નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવાવર્ગ-11
મદદનીશ સંશોધન અધિકારીવર્ગ-24
આચાર્યવર્ગ-22
કાર્યપાલક ઈજનેર(સિવિલ)વર્ગ-111
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)વર્ગ-222
મદદનીશ પર્યાવરણ ઈજનેરવર્ગ-2144
મદદનીશ કાયદા અધિકારીવર્ગ-23
મદદનીશ ઈજનેર (સિવિલ)વર્ગ-2250
Advertisment

શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. માટે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી

જીપીએસસી અધ્યક્ષ હસમુખ પટેલે આપી માહિતી

ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ હસમુખ પટેલે પોતાના સત્તાવાર ટ્વીર હેન્ડલ પર ટ્વીટ કરીને ભરતી અંગે માહિતી આપી હતી.

https://twitter.com/Hasmukhpatelips/status/1856689122531753984

અરજી કરવા અંગે મહત્વની તારીખો

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી 605 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો 14 સપ્ટેમ્બર 2024 બપોરે 13.00 વાગ્યાથી 30 સપ્ટેમ્બર 2024 રાતના 23.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • જીપીએસસીની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચોઃ- ગાંધીનગર જનરલ હોસ્પિટલ ભરતી : ગાંધીનગરમાં નોકરી મેળવવાની જોરદાર તક, વોક ઈન ઈન્ટરવ્યૂથી થશે પસંદગી

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી