GPSC ની પરીક્ષા આપનાર ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ, ખુબ જ અગત્યની થઈ જાહેરાત

GPSC Recruitment 2024, GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગમાં હસમુખ પટેલની નિમણૂકના થોડા જ દિવસમાં GPSCની ભરતી પ્રક્રિયામાં ઝડપી કાર્યવાહી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

Written by Ankit Patel
November 26, 2024 11:52 IST
GPSC ની પરીક્ષા આપનાર ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ, ખુબ જ અગત્યની થઈ જાહેરાત
જીપીએસસીની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર (photo - X @GPSC_OFFICIAL)

GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગના પ્રમુખ દ્વારા પરીક્ષામાં મોટા ફેરફારો કર્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગમાં હસમુખ પટેલની નિમણૂકના થોડા જ દિવસમાં GPSCની ભરતી પ્રક્રિયામાં ઝડપી કાર્યવાહી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જીપીએસસી દ્વારા પહેલી વાર હવે પરીક્ષા આપનાર ઉમેદવારો પાસે સંમતિ પત્રક લેવામાં આવશે તો બીજી બાજુ ડિસેમ્બર-જાન્યુઆરી 2024-25ની લેવાની થતી કુલ 11 ભરતી પૈકી 8 ભરતીમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ એકસરખો હોવાથી ભાગ 1નું આઠ પરીક્ષાઓના એક જ પ્રશ્નપત્ર તૈયાર કરાશે.

સંમતિ પત્રક લેવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?

ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે સરકારના સમય અને નાણાં ન વેડફાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંમતિપંત્રકમાં સંમતિ દર્શાવ્યા બાદ વિદ્યાર્થીએ ફરજિયાતપણે પરીક્ષા આપવી પડશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ સંમતિપત્રક ભરી શકશે. ફોર્મ ભરાય છે, પરંતુ ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોની સંખ્યા વધારે હશે એવી પરીક્ષામાં જ સંમતિપત્ર લેવાશે.

સંમતિ પત્રક માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં નહીં આવે

પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ સંમતિપત્રક ભરી શકશે. ફોર્મ ભરાય છે, પરંતુ ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોની સંખ્યા વધારે હશે એવી પરીક્ષામાં જ સંમતિપત્ર લેવાશે. જોકે, ઉમેદવારો પાસેથી સંમતિ પત્રક નિમિત્તે સંસ્થા કોઈપણ પ્રકારની ફી નહીં લે.

8 ભરતીમાં ભાગ 1નું એક જ પ્રશ્નપત્ર રહેશે

ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન બન્યા બાદ હસમુખ પટેલે કેટલાક ફેરફારો કર્યા છે ત્યારે ડિસેમ્બર-જાન્યુઆરી 2024-25ની લેવાની થતી કુલ 11 ભરતી પૈકી 8 ભરતીમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ એકસરખો હોવાથી ભાગ 1નું આઠ પરીક્ષાઓના એક જ પ્રશ્નપત્ર તૈયાર કરાશે.

GPSCની જાહેરાત અનુસાર GPSCની અગાઉની ભરતી પદ્ધતિમાં ભાગ 1 અને ભાગ 2 મળીને કુલ 300 ગુણના પ્રશ્નપત્રની સંયુક્ત પરીક્ષા લેવાતી હતી. જ્યારે હવે GPSC સુધારણાના મૂડમાં છે, ત્યારે ભાગ 1-2 માટે એક જ પ્રશ્નપત્ર તૈયાર કરી પરીક્ષા લેવામાં આવે તો, ભાગ 1ના કુલ 11 પ્રશ્નપત્રો તૈયાર કરવા પડે.

આ પણ વાંચોઃ- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ક્લાસ 1 ઓફિસર બની બે લાખ સુધીનો પગાર મેળવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

ભરતી પ્રક્રિયામાં ઝડપ આવે તે માટે લેવાયો નિર્ણય

આ ઉપરાંત તેની આન્સર કી તૈયાર કરવામાં અને મૂલ્યાંકન કરવામાં ઘણો સમય જતો હતો. જેથી ભરતી પ્રક્રિયામાં વિલંબ થવાની સંભાવના રહેતી હતી. જેમાં નિરાકરણ લાવવા માટે આયોગ દ્વારા ભાગ 1 અને ભાગ 2 બંને પ્રશ્નપત્રો અલગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ