ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : નાયબ કાર્યપાલક ઈજનેર, વર્ગ-2 અધિકારી માટે ફટાફટ કરો અજીર, અહીં વાંચો લો બધી માહિતી

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત કાયદા વિભાગ અને વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 2ની ભરતી થશે.

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત કાયદા વિભાગ અને વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 2ની ભરતી થશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024, Deputy Executive Engineer

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 2 -photo- X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અધિકારીઓની પસંદગી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગે 314 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2ની કુલ 6 જગ્યાઓ ભરવા માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,ભરતી અંગે મહત્વપૂર્ણ તારીખો, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે પોસ્ટની વિગતો

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
પોસ્ટનાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2
જગ્યા6
વર્ગવર્ગ-2 અધિકારી
વય મર્યાદા35 વર્ષથી વધારે નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓક્ટોબર 2024
ક્યાં અરજી કરવીhttps://gpsc.gujarat.gov.in

નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત4
આર્થિક રીતે નબળા વર્ગો1
અનુ.જનજાતિ1

શૈક્ષણિક લાયકાત

મિકેનિકલ એન્જીનિયરિંગમાં બેચલર ડિગ્રી
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની કમ્પ્યુટર ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
ગુજરાતી અથવા હિન્દી અથવા બંન્નેનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

પગાર ધોરણ

પસંદ થયેલા ઉમેદવારોને ₹53,100થી ₹ 1,67,800 પે મેટ્રીક્સ લેવલ 8ના નિયમિત પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

  • ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
  • અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 35 વર્ષ પુરા કરેલા ન હોવા જોઈએ.

ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

આ પણ વાંચોઃ-ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની જોરદાર તક, વર્ગ-1,2 અને 3ની ભરતી, વાંચો A to Z માહિતી

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
ગુજરાત નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી