GPSC Exam Date: જીપીએસસી દ્વારા DYSO અને નાયબ મામલતદાર ભરતી માટે પરીક્ષાની નવી તારીખ જાહેર

GPSC Recruitment 2024 DYSO Dy Mamlatdar Exam Date: જીપીએસસી દ્વારા ગુજરાતમાં ભારે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવેલી ડીવાયએસઓ અને નાયબ મામલતદાર વર્ગ 3 ભરતી માટે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે.

Written by Ajay Saroya
September 01, 2024 15:49 IST
GPSC Exam Date: જીપીએસસી દ્વારા DYSO અને નાયબ મામલતદાર ભરતી માટે પરીક્ષાની નવી તારીખ જાહેર
GPSC Exam Date: જીપીએસસી દ્વારા DYSO અને નાયબ મામલતદાર વર્ગ 3 ભરતી માટે પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.

GPSC Recruitment 2024 DYSO Dy Mamlatdar Exam Date: જીપીએસસી દ્વારા ડીવાયએએસ અને મામલતદાર ભરતી માટે પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના પગલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 28 ઓગસ્ટ 2024થી શરૂ થનાર નાયબ સેક્સન અધિકારીની લેખીત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે જીપીએસસી દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે.

GPSC Exam Date: DYSO અને મામલતદાર પરીક્ષા નવી તારીખ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડીવાયએસઓ અને નાયબ મામલતદાર વર્ગ 3ની મુખ્ય લેખિત પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ડીવાયએસઓ અને નાયબ મામલતદાર વર્ગ 3ની મુખ્ય લેખિત પરીક્ષા આગામી 8, 9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે.

પોતાના ટ્વીટર હેન્ડલ એક્સ ઉપર આજે મંગળવારે નોટિફિકેશન જાહેર કરીને પરીક્ષા રદ્દની માહિતી આપવામાં આવી હતી. નોટિફિકેશન પ્રમાણે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરાત ક્રમાંક 42/2023-24, નાયબ સેક્શન અધિકારી-નાયબ મામલતદાર, વર્ગ-3ની તારીખ 28 ઓગસ્ટ 2024થી 31 ઓગસ્ટ 2024 દરમિયાન પ્રસ્તાવિત મુખ્ય લેખિત પરીક્ષા રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદ અને તેના કારણે ઉદ્દભવેલ પરિસ્થિતી તેમજ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા સદરહુ મુખ્ય લેખિત પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે.

GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામનાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર
નાયબ સેક્શન અધિકારી120 જગ્યા
નાયબ મામલતદાર07 જગ્યા
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023
વયમર્યાદા35 વર્ષથી વધારે નહીં
પગારરૂ.1,26,600 સુધી

આ પણ વાંચો | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : આ ઉમેદવારોને મળશે ₹ 40,000થી વધુ પગારવાળી સરકારી નોકરી, અહીં વાંચો બધી જ માહિતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 127 જગ્યાઓ પર પાડી હતી ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા વર્ગ-1, વર્ગ 2 અને વર્ગ 3ની બમ્પર ભરતી બહાર પાડી હતી. જે અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની કુલ 127 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં હતી. જેની પરીક્ષા 28 ઓગસ્ટ 2024થી 31 ઓગસ્ટ 2024 વચ્ચે યોજાવાની હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ