/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/GPSC-Deputy-Horticulture-Director.jpg)
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નાયબ બાગાયત નિયામક
GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આપ ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત ગુજરાત જાહેર સેવા આયોગ નાયબ બાગાયત નિયામક, વર્ગ -3 ની ભરતી કરનાર છે. આ માટે જીપીએસસી દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે નાયબ બાગાયત નિયામક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
GPSC Bharti, નાયબ બાગાયત નિયામક ભરતી, અંગે મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
| પોસ્ટ | નાયબ બાગાયત નિયામક |
| જગ્યા | 2 |
| વર્ગ | વર્ગ-1 |
| નોકરીનો પ્રકાર | સરકારી |
| અરજી ફી | ₹ 100 |
| વય મર્યાદા | 42 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
| ક્યાં અરજી કરવી | https://gpsc-ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=a2GSpnDbruI=&yr=QfPO8a552M0=&ano=H1aVkriO4/g= |
GPSC Bharti, નાયબ બાગાયત નિયામક, પોસ્ટની વિગત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની નાયબ બાગાયત નિયામક વર્ગ-1ની કૂલ 2 જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નાયબ બાગાયત નિયામક માટે શૈક્ષણિક લાયકાત
- કેન્દ્રીય કૃષિ/બાગાયત યુનિવર્સિટી અધિનિયમ અથવા ભારતમાં રાજ્ય કૃષિ/બાગાયત યુનિવર્સિટી અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સમાવિષ્ટ અથવા સ્થપાયેલી કોઈપણ કૃષિ/બાગાયત યુનિવર્સિટીઓમાંથી બાગાયતની કોઈપણ શાખામાં પીએચડી ડિગ્રી
- બાગાયત નિયામકની કચેરી હેઠળની ગુજરાત બાગાયત સેવામાં બાગાયત અધિકારી, વર્ગ II ના ક્રમની નીચે ન હોય તેવી પોસ્ટ પર લગભગ ત્રણ વર્ષનો અનુભવ.
- શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિશે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નાયબ બાગાયત નિયામક માટે પગાર ધોરણ અને વયમર્યાદા
- વયમર્યાદા - 42 વર્ષથી વધારે નહીં
- પગાર - ₹ 67,700/- રૂ. 2,08,700/- (પે મેટ્રિક્સ લેવલ-11)
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- ઓનલાઈન અરજી કરવા ઉમેદવારોએ સૌ પ્રમથ https://pgsc-ojas.gujarat.gov.in પર જવું
- સાઇટના મેન બુર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
- ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
- ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.
નાયબ બાગાયત નિયામક વર્ગ 1 ભરતીનું નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે નાયબ બાગાયત નિયામક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
આ પણ વાંચો
- જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી : મહેસાણામાં ₹ 75,000 ની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો A to Z માહિતી
- ગુજરાત સરકારની આ કચેરીમાં ₹ 60,000 ના પગાર વાળી નોકરી, ફટાફટ વાંચો સંપૂર્ણ માહિતી
- GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગતની નાયબ બાગાયત નિયામકની જગ્યા માટે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us