/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/GPSC-Scientific-Officer-Class-Recruitment-2024.jpg)
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, સાયન્ટિફિક ઓફિસર
GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત ગુજરાત જાહેર સેવા આયોગ સાયન્ટિફિક ઓફિસર, વર્ગ -2 ની ભરતી કરનાર છે. આ માટે જીપીએસસી દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે સાયન્ટિફિક ઓફિસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
GPSC Recruitment 2024, સાયન્ટિફિક ઓફિસર ભરતી, અંગે મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
| પોસ્ટ | સાયન્ટિફિક ઓફિસર |
| જગ્યા | 2 |
| વર્ગ | વર્ગ-2 |
| નોકરીનો પ્રકાર | સરકારી |
| અરજી ફી | ₹ 100 |
| વય મર્યાદા | 37 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
| ક્યાં અરજી કરવી | https://gpsc-ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=a2GSpnDbruI=&yr=QfPO8a552M0=&ano=tuvN2+5ZKVU= |
GPSC Bharti, સાયન્ટિફિક ઓફિસર, પોસ્ટની વિગત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગૃહ વિભાગ હસ્તકની સાયન્ટિફિક ઓફિસર (રોરેન્સિક સાયકોલોજી જૂથ), વર્ગ -2ની કુલ 2 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, સાયન્ટિફિક ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સિટીઓમાંથી ફિકોલોજી અથવા ક્લિનિકલ ફિકોલોજી અથવા ન્યુરો ફિકોલોજી અથવા ફોરેન્સિક ફિકોલોજી અથવા ઇન્વેસ્ટિગેશન ફિકોલોજીમાં અનુસ્નાતકની ડિગ્રી
- કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ ભારત દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મુખ્ય વિષય તરીકે ફિકોલોજી સાથેની સ્નાતકની ડિગ્રી
- ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન
અનુભવ
- ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના વિભાગો/વિભાગોના સંબંધિત જૂથમાં ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટ, ગુજરાત રાજ્યની ગૌણ સેવામાં લેબોરેટરી ટેકનિશિયન, વર્ગ III ના રેન્કથી નીચે ન હોય તેવી પોસ્ટ પર લગભગ બે વર્ષનો અનુભવ
- સરકાર અથવા સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમ બોર્ડ અથવા કોર્પોરેશન અથવા ખાનગી અથવા જાહેર ક્ષેત્રની પ્રયોગશાળા અથવા સંશોધન સંસ્થા અથવા કંપની એક્ટ, 2013 હેઠળ સ્થાપિત લિમિટેડ કંપનીમાં સંબંધિત વિષયમાં સંશોધન અથવા વિશ્લેષણાત્મક કાર્યનો લગભગ બે વર્ષનો અનુભવ હોય અથવા ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટ, ગુજરાત રાજ્યની ગૌણ સેવામાં લેબોરેટરી ટેકનિશિયન, વર્ગ III ના રેન્કથી નીચે ન હોય તેવી પોસ્ટની સમકક્ષ ગણી શકાય.
- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, સાયન્ટિફિક ઓફિસર માટે પગાર ધોરણ અને વયમર્યાદા.. વધારે માહિતી માટે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
વયમર્યાદા - 37 વર્ષથી વધારે નહીં
પગાર - ₹ 44,900-₹ 1,42,400/ (પે મેટ્રિક્સ લેવલ-8)
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- ઓનલાઈન અરજી કરવા ઉમેદવારોએ સૌ પ્રમથ https://pgsc-ojas.gujarat.gov.in પર જવું
- સાઇટના મેન બુર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
- ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
- ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.
સાયન્ટિફિક ઓફિસર વર્ગ 2 ભરતીનું નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે સાયન્ટિફિક ઓફિસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
આ પણ વાંચો
- જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી : મહેસાણામાં ₹ 75,000 ની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો A to Z માહિતી
- ગુજરાત સરકારની આ કચેરીમાં ₹ 60,000 ના પગાર વાળી નોકરી, ફટાફટ વાંચો સંપૂર્ણ માહિતી
- GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગતની સાયન્ટિફિક ઓફિસરની જગ્યા માટે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us