ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : રાજ્ય વેરા નિરીક્ષક અધિકારી બનવાની સુવર્ણ તક, ₹ 1.26 લાખ સુધી પગાર,વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ -3 ની ભરતી કરનાર છે. આ માટે જીપીએસસી દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ -3 ની ભરતી કરનાર છે. આ માટે જીપીએસસી દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024, State Tax Inspector bharti, GPSC bharti 2024

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, રાજ્ય વેરા નિરીક્ષક ભરતી - photo - X @GPSC_OFFICIAL

GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આપ ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 250 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ -3 ની ભરતી કરનાર છે. આ માટે જીપીએસસી દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે રાજ્ય વેરા નિરીક્ષક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Bharti, રાજ્ય વેરા નિરીક્ષક ભરતી, અંગે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટરાજ્ય વેરા નિરીક્ષક
જગ્યા300
વર્ગવર્ગ-3
નોકરીનો પ્રકારસરકારી
અરજી ફી₹ 100
વય મર્યાદા20થી 35 વર્ષ સુધી
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2024
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=a2GSpnDbruI=&yr=QfPO8a552M0=&ano=dsrYFLe3fq0=

GPSC Bharti, રાજ્ય વેરા નિરીક્ષક ભરતી, પોસ્ટની વિગત

કેટેગરીજગ્યા
બિનઅનામત (સામાન્ય)133
આર્થિક રીતે નબળા વર્ગો33
સા.શૈ.પ.વ.68
અનુ.જાતિ16
અનુ.જન. જાતિ50

GPSC Bharti, રાજ્ય વેરા નિરીક્ષક ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની ભરતી માટે ઉમેદવારની લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.અથવા સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
  • જે ઉમેદવાર હાજર થયો હોય અથવા હાજર થવાનો ઇરાદો ધરાવતો હોય અથવા અંતિમ પરિણામની રાહ જોતો હોય જરૂરી લાયકાતનું સેમેસ્ટર/વર્ષ, અરજી કરી શકે છે, પરંતુ ઉમેદવારે લાયકાત મેળવવી પડશે અને અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પહેલાં જાહેરાત મુજબ જરૂરી લાયકાત રજૂ કરવી પડશે.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, રાજ્ય વેરા નિરીક્ષક પોસ્ટ માટે પગાર

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટે પસંદ પામેલા ઉમેદવારોને નાણા વિભાગના ઠરાવ મુજબ પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા માસિક ફિક્સ પગાર આપવામાં આવશે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ ઉમેદવારને પે મેટ્રીક્સના લેવલ 7 પ્રમાણે ₹39,900થી ₹1,26,600ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, રાજ્ય વેરા નિરીક્ષક પોસ્ટ માટે વયમર્યાદા

રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની ભરતી માટે ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરના ઉમેદવારની ઉંમર 20થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જોકે, અનામત વર્ગના ઉમેદવારો માટે કેટેગરી પ્રમાણે અલગ અલગ છૂટ આપવામાં આવી છે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઈન અરજી કરવા ઉમેદવારોએ સૌ પ્રમથ https://pgsc-ojas.gujarat.gov.in પર જવું
  • સાઇટના મેન બુર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
  • ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
  • ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
  • ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.

રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ભરતીનું નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે રાજ્ય વેરા નિરીક્ષક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

આ પણ વાંચોઃ-

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગતની રાજ્ય વેરા નિરીક્ષકની જગ્યા માટે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.

Advertisment
નોકરી કરિયર જીપીએસસી સરકારી નોકરી