ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વર્ગ 2ની ઢગલો નોકરીઓ,અહીં વાંચો A To Z માહિતી

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) માટે મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ -2 અને મદદનીશ કાયદા અધિકારી વર્ગ -2ની કુલ 147 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) માટે મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ -2 અને મદદનીશ કાયદા અધિકારી વર્ગ -2ની કુલ 147 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PSC Recruitment 2024 Gujarat Pollution Control Board Recruitment

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરતી photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગે તાજેતરમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગો માટે વર્ગ-1 અને વર્ગ -2 ની પોસ્ટ માટે કુલ 605 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) માટે મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ -2 અને મદદનીશ કાયદા અધિકારી વર્ગ -2ની કુલ 147 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) માટે પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટમદદનીશ પર્યાવરણ ઈજનેર અને મદદનીશ કાયદા અધિકારી
હોદ્દોવર્ગ-2 અધિકારી
વિભાગગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)
જગ્યા147
વય મર્યાદાવિવિધ
અરજી ફી₹100
અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2024
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-2144
મદદનીશ કાયદા અધિકારી વર્ગ-23

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરતી માટે લાયકાત

મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-2

  • શૈક્ષણિક લાયકાત - સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થા માટે પર્યાવરણ ઈજનેરની સ્નાતક ડિગ્રી પ્રથમ વર્ગ, કેમિકલ એન્જીનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પુરતું જ્ઞાન હોવું જોઈએ
  • વયમર્યાદા - અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉમેર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે

મદદનીશ કાયદા અધિકારી વર્ગ-2

  • શૈક્ષણિક લાયકાત - સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી એલ.એલ.બી.ની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પુરતું જ્ઞાન હોવું જોઈએ
  • અનુભવ - સરકાર/સ્થાનિક સંસ્થાઓ/સરકારમાં કાનુની બાબતોમાં ઓછામાં ઓછા 03 વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • વય મર્યાદા - અરજી કરનાર ઉમેદવારની ઉંમર 41 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉમેર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે

પગાર ધોરણ

પોસ્ટપગાર
મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ-2₹ 44,900-₹1,42,400
મદદનીશ કાયદા અધિકારી, વર્ગ-2₹53,100-₹1,67,800

અરજી ફી

  • સામાન્ય કેટેગરી એટલે કે બિન અનામત ઉમેદવારોને અરજી ફી તરીકે 100 રૂપિયા અને પોસ્ટલ સર્વિસ ચાર્જ આપવાનો રહેશ.
  • ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી
  • ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી,મદદનીશ પર્યાવરણ ઈજનેર અને મદદનીશ કાયદા અધિકારી પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં સરકારમાં વર્ગ-1, 2 અધિકારી બનવાની વધુ એક સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
ગુજરાત નોકરી કરિયર ભરતી સરકારી નોકરી