ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી જિલ્લા મેલેરિયા અધિકારી બનાવી જોરદાર તક! ₹ 44000થી વધુ પગાર, અહીં વાંચો બધી જ માહિતી

GPSC Recruitment 2024 : જીપીએસસી ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્ર હેઠળની જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ -2 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવાના છે.

GPSC Recruitment 2024 : જીપીએસસી ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્ર હેઠળની જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ -2 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવાના છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PSC Recruitment 2024 District Malaria Officer bharti

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, જિલ્લા મેલેરિયા અધિકારી નોકરી - photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં 605 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જીપીએસસી ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્ર હેઠળની જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ -2 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ -2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી એ અંગે મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતી (GPSC)
પોસ્ટજિલ્લા મેલેરિયા અધિકારી
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ
વર્ગવર્ગ-2 અધિકારી
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2024
વેબસાઈટhttps://gpsc-ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ પોસ્ટની વિગતો

કેટેગરજગ્યા
સામાન્ય21
આર્થિક રીતે નબળા4
સા.શૈ.પ.વર્ગ12
અ.નુ.જાતિ3
અનુ.જનજાતિ7
કુલ47

શૈક્ષણિક લાયકાત

  • માઇક્રોબાયોલોજી અથવા એન્ટોમોલોજી સાથે વિજ્ઞાનમાં અનુસ્નાતક ડિગ્રી, બાયોકેમિસ્ટ્રી, બાયોસાયન્સ અથવા પ્રાણીશાસ્ત્ર મુખ્ય વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પુરતું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા કેટલી છે?

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉંમર માટે કટ ઓફ ડેટ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

અરજી ફી કેટલી છે?

  • સામાન્ય કેટેગરી એટલે કે બિન અનામત ઉમેદવારોને અરજી ફી તરીકે 100 રૂપિયા અને પોસ્ટલ સર્વિસ ચાર્જ આપવાનો રહેશ.
  • ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી
  • ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ પર્યાવરણ ઈજનેર અને મદદનીશ કાયદા અધિકારી પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી : મહેસાણામાં સારા પગારની નોકરી મેળવવાની સૂવર્ણ તક, અહીં વાંચો તમામ માહિતી

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
ગુજરાત નોકરી કરિયર ભરતી સરકારી નોકરી