/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/GPSC-Assistant-Manager-Recruitment.jpg)
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આસીસ્ટન્ટ મેનેજર - photo - X @GPSC_OFFICIAL
GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ -1, વર્ગ -2 અને વર્ગ -3ની વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અતંર્ગત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL) માટે આસીસ્ટન્ટ મેનેજર વર્ગ-3ની 18 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસીએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે આસીસ્ટન્ટ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
GPSC Recruitment 2024, આસીસ્ટન્ટ મેનેજર ભરતી, અંગે મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
| પોસ્ટ | આસીસ્ટન્ટ મેનેજર |
| જગ્યા | 18 |
| વર્ગ | વર્ગ-3 |
| નોકરીનો પ્રકાર | સરકારી |
| અરજી ફી | ₹ 100 |
| વય મર્યાદા | 35 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
| ક્યાં અરજી કરવી | https://gpsc-ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=a2GSpnDbruI=&yr=QfPO8a552M0=&ano=Zdri+vNYhuQ= |
GPSC Bharti, આસીસ્ટન્ટ મેનેજર, પોસ્ટની વિગત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નિયંત્રણ હેઠળની આસીસ્ટન્ટ મેનેજરની 18 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આસીસ્ટન્ટ મેનેજર માટે શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર પાસે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
- ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 ની તર્જ પર કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આસીસ્ટન્ટ મેનેજર માટે વય મર્યાદા અને પગાર
- વયમર્યાદા - 35 વર્ષથી વધારે નહીં
- પગાર - GSCSCL સેવામાં ₹ 39,900- ₹ 1,26,600 પે મેટ્રિક્સ લેવલ-7, પહેલા પાંચ વર્ષ માટે ₹ 49,600 ફિક્સ પગાર
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- ઓનલાઈન અરજી કરવા ઉમેદવારોએ સૌ પ્રમથ https://pgsc-ojas.gujarat.gov.in પર જવું
- સાઇટના મેન બુર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
- ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
- ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.
આસીસ્ટન્ટ મેનેજર વર્ગ 3 ભરતીનું નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે આસીસ્ટન્ટ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
આ પણ વાંચોઃ-
- ગુજરાત પોલીસ ભરતી : PSI અને લોકરક્ષક ભરતી માટે અરજી કરવાની બાકી છે? તો આ સમાચાર ખાસ તમારા માટે છે, અહીં વાંચો શું છે અગત્યનું
- જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી : મહેસાણામાં ₹ 75,000 ની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો A to Z માહિતી
- ગુજરાત સરકારની આ કચેરીમાં ₹ 60,000 ના પગાર વાળી નોકરી, ફટાફટ વાંચો સંપૂર્ણ માહિતી
- GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગતની આસીસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us