GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે નોકરી મેળવવાની છેલ્લી તક છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી હતી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કૂલ 172 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ જગ્યાઓ માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે. GPSC Recruitment અંતર્ગત જેલરથી લઈને ચીફ ફાયર ઓફિસર સુધીની વિવિધ વર્ગ -1, વર્ગ -2 અને વર્ગ – 3 પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી હતી. આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા હોય તો આજે 22 જુલાઈ 2024 અરજી કરવાનો છેલ્લો દિવસ છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત,વય મર્યાદા, ભરતી અંગેની મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) પોસ્ટ વિવિધ ખાલી જગ્યા 172 નોકરી પ્રકાર સરકારી અરજી કરવાની શરુઆતની તારીખ 8 જુલાઈ 2024 (13:00 hrs) અરજી કરવાની છેલ્લી તારીખી 22 જુલાઈ 2024 (23:59 hrs) સત્તાવાર વેબસાઈ https://gpsc.gujarat.gov.in/ ક્યાં અરજી કરવી https://gpsc-ojas.gujarat.gov.in/
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગેત માહિતી
પોસ્ટનું નામ વર્ગ ખાલી જગ્યા રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-1) વર્ગ-2 2 અધીક્ષક ઈજનેર, સોઈલ, ડ્રેનેજ અને રેક્લેમેશન વર્ગ-1 2 કાર્યપાલક ઈજનેર (સિવિલ),(GWRDC) વર્ગ-1 1 મદદનીશ સંશોધન અધિકારી, (GWRDC) વર્ગ-1 1 નાણાંકિયર સલાહકાર વર્ગ-1 1 ડેઝિગ્લનેટેડ ઓફિસર (GMC) વર્ગ-2 1 બાગાયત સુપરવાઈઝર (GMC) વર્ગ-3 1 ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર (GMC) વર્ગ-3 3 કચેરી અધિક્ષક-વિજીલન્સ ઓફિસર (GMC) વર્ગ-3 6 ચીફ ફાયર ઓફિસર, વર્ગ-1 (GMC) વર્ગ-1 1 ફાયર ઓફિસર (GMC) વર્ગ-2 1 બીજ અધિકારી (GSSCL) વર્ગ-1 41 આચાર્ય (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) વર્ગ-2 60 જેલર, ગૃપ-1 (પુરુષ), ગૃહ વિભાગ વર્ગ-2 7 નાયબ મુખ્ય હસ્તાક્ષર, નિષ્ણાંત, ગૃહ વિભાગ વર્ગ-2 3 ક્લિનિકલ સાયકોલોજીસ્ટ વર્ગ-2 41 કાયદા અધિકારી GPSCમાં 11 માસનાં કરારના ધોરણે 1
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 પોસ્ટની ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલી છે. ઉમેદવારોએ જે તે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અનુભવ
જીપીએસસી દ્વારા બહાર પાડેલી ભરતીના નોટિફિકેશન પ્રમાણે વિવિધ 17 પોસ્ટની કૂલ 172 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. જોકે અરજદારોની અનુભવ અંગે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ અનુભવની માંગ કરાઈ છે. જેતે પોસ્ટ માટે અનુભવ વિશે વધારે જાણવા માટે ઉમેદવારે આપેલું નોટિફિકેશન વાંચવું.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2024) દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે ઉંમર, ઉમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ અરજી ફી. ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી પરીક્ષા નિયમો જાણવા માટે ઉમેદવારોએ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલું નોટિફિકેશન વાંચવું.
GPSC Recruitment 2024 માટે કેવી રીતે અરજી કરવી?
GPSC ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો આપેલા પગલાં અનુસરવા
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો
- ગુજરાત હાઈકોર્ટ ભરતી : લીગલ આસિસ્ટન્ટ પોસ્ટ માટે નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો વિગતે માહિતી
- રાજકોટ મહાનગરપાલિકા ભરતી : મેડિકલ ઓફિસરથી લઈને સ્ટાફ નર્સ સુધીની પોસ્ટ, ₹ 75,000 સુધીનો પગાર, વાંચો વિગતો
- બનાસ ડેરી ભરતી : બનાસકાંઠાની આ ડેરીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- બેંક ભરતી : IBPS એ ક્લાર્કની 6000થી વધુ નોકરીઓ બહાર પાડી, કોલેજ પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક
મહત્વની સુચના
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલી ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 8 જુલાઈ 2024, બપોરે એક વાગ્યાથી શરુ થઈ ગઈ હતી. જે આજે 22 જુલાઈ 2024ના રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.