/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-Rain-GPSC-Exam-cancel.jpg)
ગુજરાત વરસાદ ડીવાયએસઓ, ડે મામલતદાર પરીક્ષા રદ - photo - X @GPSC_OFFICIAL
GPSC Recruitment 2024, GPSC Exam Cancel : ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. સમગ્ર ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે. હજી પણ ગુજરાતના માથે વરસાદી આફત મંડરાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવતી કાલે 28 ઓગસ્ટ 2024 ઓગસ્ટે શરુ થતી નાયબ સેક્સન અધિકારીની લેખીત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. જોકે, પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ એક્સ ઉપર આજે મંગળવારે નોટિફિકેશન જાહેર કરીને પરીક્ષા રદ્દની માહિતી આપવામાં આવી હતી. નોટિફિકેશન પ્રમાણે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરાત ક્રમાંક 42/2023-24, નાયબ સેક્શન અધિકારી-નાયબ મામલતદાર, વર્ગ-3ની તારીખ 28 ઓગસ્ટ 2024થી 31 ઓગસ્ટ 2024 દરમિયાન પ્રસ્તાવિત મુખ્ય લેખિત પરીક્ષા રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદ અને તેના કારણે ઉદ્દભવેલ પરિસ્થિતી તેમજ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા સદરહુ મુખ્ય લેખિત પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે.
સદર મુખ્ય લેખિત પરીક્ષા માટેની નવી તારીખો સત્વરે આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા વિનંતી કરવામાં આવે છે.
GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી અંગે મહત્વની માહિતી
| સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
| પોસ્ટનું નામ | નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર |
| નાયબ સેક્શન અધિકારી | 120 જગ્યા |
| નાયબ મામલતદાર | 07 જગ્યા |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2023 |
| વયમર્યાદા | 35 વર્ષથી વધારે નહીં |
| પગાર | રૂ.1,26,600 સુધી |
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 127 જગ્યાઓ પર પાડી હતી ભરતી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1, વર્ગ 2 અને વર્ગ 3ની બમ્પર ભરતી બહાર પાડી હતી. જે અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની કુલ 127 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં હતી. જેની પરીક્ષા 28 ઓગસ્ટ 2024થી 31 ઓગસ્ટ 2024 વચ્ચે યોજાવાની હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us