GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાત સરકારમાં ઉંચી પોસ્ટ માટે અધિકારી બનવા માટે તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ બાગાયત નિયામકથી લઈને સ્ટેશન ઓફિસર સહિત કુલ 450 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની શરુઆતની તારીખથી લઈને છેલ્લી તારીખ, પગાર ધોરણ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ પોસ્ટ વિવિધ જગ્યા 250 નોકરીનો પ્રકાર સરકારી અરજી કરવાની શરુઆતનીતારીખ 12 ઓગસ્ટ 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 વેબસાઈટ https://gpsc.gujarat.gov.in, https://gpsc-ojas.gujarat.gov.in
ગુજરાત જાહેર સેવા આયોગ પોસ્ટની વિગતો
પોસ્ટ વર્ગ જગ્યા નાયબ બાગાયત નિયામક વર્ગ-1 2 સાયન્ટિફિક ઓફિસર(ફોરેન્સિક સાયકોલોજી જૂથ) વર્ગ-2 2 ટેકનિકલ એડવાઈઝર વર્ગ-1 1 વીમા તબીબી અધિકારી(આયુર્વેદ) વર્ગ-2 9 લેક્ચરર(સિલેક્શનસ્કેલ)ગુજરાત નર્સિંગ સેવા વર્ગ-1 5 લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરાત નર્સિંગ સેવા વર્ગ-1 6 પેથોલોજીસ્ટ(તજજ્ઞ સેવા) વર્ગ-1 14 મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા) વર્ગ-1 22 માઇક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) વર્ગ-1 16 પેથોલોજીસ્ટ, કા.રા.વિ.યો. વર્ગ-1 2 રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 300 આસીસ્ટન્ટ મેનેજર વર્ગ-3 18 મદદનીશ ઈજનેર(સિવિલ)(GMC) વર્ગ-2 16 મદદનીશ ઈજનેર (વિદ્યુત)(GMC) વર્ગ-2 6 જુનિયર ટાઉન પ્લાનર, (GMC) વર્ગ-2 2 હેલ્થ ઓફિસર, (GMC) વર્ગ-2 11 સ્ટેશન ઓફિસર (GMC) વર્ગ-3 7
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે કૂલ 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. જેથી ઉમેદવારોએ જે તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે સંસ્થાની વેબસાઈટ ઉપર આપેલા સત્તવાર નોટિફિકેશન વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની તારીખ
અરજી કરવાની શરુઆતની તારીખ 12 ઓગસ્ટ 2024 બપોરે 13.00 વાગ્યાથી લઈને 31 ઓગસ્ટ 2024, રાત્રે 23.59 વાગ્યા સુધી સંસ્થાની આપેલી વેબસાઈટ ઉપર ઓલાઈન અરજી કરવાની રહેશે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
- અરજી કરતા પહેલા ઉમેદવારોએ સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.
નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની શરુઆતની તારીખથી લઈને છેલ્લી તારીખ, પગાર ધોરણ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલી જાહેરતા ચોક્કસ વાંચવી.
આ પણ વાંચો
- આણંદમાં સરકારી કરેચીમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, ₹ 60,000 પગાર, જાણો બધી માહિતી
- કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી : ગુજરાતમાં એક્સ આર્મીમેન માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- ગુજરાતમાં ₹ 40,000 પગારની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને ખાસ સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે ઓનલાઈન અરજી કરતા પહેલા જે તે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.