ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ક્લાસ 1 ઓફિસર બની બે લાખ સુધીનો પગાર મેળવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જનરલ સર્જન વર્ગ-1ની કુલ 200 જગ્યાઓ માટે ઉમેવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે. અહીં વાંચો ભરતી અંગે સંપૂર્ણ માહિતી.

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જનરલ સર્જન વર્ગ-1ની કુલ 200 જગ્યાઓ માટે ઉમેવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે. અહીં વાંચો ભરતી અંગે સંપૂર્ણ માહિતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024 general surgeon class 1

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, જનરલ સર્જન નકોરી- photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આરોગ્ય વિભાગ ભરતી : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ માટે ગુજરાત જાહેર સેવા આયોગે 2800 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જનરલ સર્જન વર્ગ-1ની કુલ 200 જગ્યાઓ માટે ઉમેવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

ગુજરાત જાહેર સેવા ભરતી અંતર્ગત આરોગ્ય વિભાગ ભરતી માટે જનરલ સર્જન વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, નોકરીનો વિભાગ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આરોગ્ય વિભાગ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
વિભાગગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ
પોસ્ટજનરલ સર્જન
વર્ગવર્ગ-1 અધિકારી
જગ્યા200
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ10-12-2024
ક્યાં અરજી કરવી?https://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત78
આર્થિક રીતે નબળા વર્ગો23
સા.શૈ.પ.વ.56
અનુ.જાતિ.10
અનુ.જન.જાતિ33
કુલ200

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરીની ડિગ્રી અથવા ડેન્ટલ સર્જરીમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પુરતું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

  • અરજી કરનાર ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  • ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

પગાર ધોરણ

આરોગ્ય વિભાગ ભરતી માટે જનરલ સર્જન વર્ગ -1 પર પસંદ પામેલા ઉમેદવારોને ₹ 67,700થી ₹ 2,08,700 પે મેસ્ટ્રીક્સ લેવલ – 11 મુજબ પગાર મળવા પાત્ર થશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આરોગ્ય વિભાગ ભરતી માટે જનરલ સર્જન વર્ગ-1 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ભાવનગરમાં ₹ 40,000થી વધુ પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી