ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મેડિકલ ઓફિસર વર્ગ-2ની 1500થી વધુ નોકરીઓ, ₹ 53,000થી વધુ પગાર

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત જીપીએસસીએ 1506 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત જીપીએસસીએ 1506 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024 Medical Officer Class-2

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મેડિકલ ઓફિસર વર્ગ 2 - photo - facebook

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આરોગ્ય વિભાગ ભરતી : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ માટે ગુજરાત જાહેર સેવા આયોગે 2800 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત જીપીએસસીએ 1506 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

ગુજરાત જાહેર સેવા ભરતી અંતર્ગત આરોગ્ય વિભાગ ભરતી માટે મેડિકલ ઓફિસર વર્ગ 2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, નોકરીનો વિભાગ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આરોગ્ય વિભાગ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
વિભાગગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ
પોસ્ટમેડિકલ ઓફિસર
વર્ગવર્ગ-2 અધિકારી
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ10-12-2024
ક્યાં અરજી કરવી?https://ojas.gujarat.gov.in/

આરોગ્ય વિભાગ ભરતી, પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામ394
આર્થિક રીતે નબળા વર્ગો150
સા.શૈ.પ.વ.641
અનુ.જાતિ.117
અનુ.જન.જાતિ204
કુલ1506

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (M.B.B.S.)ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પુરતું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉમેર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

પગાર ધોરણ

આરોગ્ય વિભાગ ભરતી માટે મેડિકલ ઓફિસર વર્ગ 2 પર પસંદ પામેલા ઉમેદવારોને ₹ 53,100થી ₹ 1,67,800 પે મેસ્ટ્રીક્સ લેવલ – 9 મુજબ પગાર મળવા પાત્ર થશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આરોગ્ય વિભાગ ભરતી માટે મેડિકલ ઓફિસર વર્ગ 2 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2800 નોકરીઓ, અરજી પ્રક્રિયા શરુ, કેવી રીતે કરવી અરજી?

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
ગુજરાત નોકરી જીપીએસસી સરકારી નોકરી