GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વર્ગ-1 અને 2 ની કૂલ 605 જગ્યાઓ બહાર પાડ્યા બાદ વધુ એક ભરતી બહાર પાડી છે. જીપીએસસી દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં 2800 નોકરીઓ બહાર પાડી છે. આ માટે અરજી પ્રક્રિયા 21 નવેમ્બર 2024થી શરુ થઈ ગઈ છે. જે 10 ડિસેમ્બર 2024ના રાત્રે 23.59 વાગ્યા સુધી ચાલશે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, વિભાગ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ આરોગ્ય વિભાગ જગ્યા 2800 એપ્લિકેશન મોડ ઓનલાઈન નોકરીનો પ્રકાર સરકારી અરજી કરવાની શરુઆતની તારીખ 21-11-2024 અરજી કરવાની છેલ્લી તારીખ 10-12-2024 ક્યાં અરજી કરવી? https://gpsc-ojas.gujarat.gov.in/
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા મેડકલ ઓફિસર 1506 જનરલ સર્જન 200 ફિઝિશિયન સ્પેશ્યાલિસ્ટ 277 ગાયનોકોલોજિસ્ટ 273 ઈશ્યોરન્સ મેડિકલ ઓફિસર 147
શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે ત્યારે સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે ઉમેદવારોએ જે તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગે વિગતે માહિતી માટે જીપીએસસીની વેબસાઈટની મુલાકાત લેવી.
વય મર્યાદા
- અરજી કરનાર ઉમેદવારેની ઉંમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ
- ઉંમર અરજીકરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
- અનામત વર્ગના ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે
અરજી કેવી રીતે કરવી
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ આપેલા સ્ટેપ અનુસરવા.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચોઃ- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઈજનેર વર્ગ -2ની નોકરી, પગાર પણ જોરદાર
ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.





