/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/GPSC-Recruitment-2024-1.jpg)
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી - photo - X @GPSC_OFFICIAL
GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1, વર્ગ-2, વર્ગ-3 અધિકારીઓની વિવિધ પોસ્ટ પર ભરતી નોટીફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,ભરતી અંગે મહત્વપૂર્ણ તારીખો, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અગત્યની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 314 |
| નોકરીનો પ્રકાર | સરકારી |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 15 ઓક્ટોબર 2024 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30 ઓક્ટોબર 2024 |
| ક્યાં અરજી કરવી | https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો
| પોસ્ટ | વર્ગ | જગ્યા |
| નાયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક) | વર્ગ-2 | 6 |
| સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) | વર્ગ-2 | 21 |
| મદદનીશ બાગાયત નિયામક | વર્ગ-2 | 1 |
| મદદ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન એન્ડ ગ્રાહક સુરક્ષા અધિકારી | વર્ગ-2 | 3 |
| કાર્યપાલક ઈજનેર (સિવિલ) | વર્ગ-1 | 2 |
| નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | વર્ગ-2 | 15 |
| સહાયક મોટર વાહન નિરીક્ષક | વર્ગ-3 | 153 |
| સ્ટેનોગ્રાફર ગ્રેડ-1 (ગુજરાતી)(GWRDC) | વર્ગ-2 | 1 |
| નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)(GMC) | વર્ગ-2 | 9 |
| અધિક મદદનીશ ઈજનેર (સિવિલ)(GMC) | વર્ગ-3 | 23 |
| અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત)(GMC) | વર્ગ-3 | 12 |
| પીડોડોન્ટીક્સ (પેડીયાટ્રીક)એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી | 3 | |
| ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજી | 3 | |
| પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રીજ | 3 | |
| કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ | 5 | |
| ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી | 4 | |
| ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક | 2 | |
| પેરીયોડોન્ટોલોજી | 4 | |
| ઓરલ પેથોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી | 3 | |
| પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી | 1 | |
| નાયબ સેક્શન અધિકારી(કાયદા બાજુ) | વર્ગ-3 | 40 |
| કુલ | 314 |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની વિવિધ પોસ્ટ ભરતી માટે પોસ્ટ પ્રમાણે ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે જેતે પોસ્ટ માટે અરજી કરના ઉમેદવારોએ જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
અરજી કરવા અંગે મહત્વની તારીખો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી 314 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો 15 ઓક્ટોબર 2024 બપોરે 13.00 વાગ્યાથી 30 ઓક્ટોબર 2024 રાતના 23.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
આ પણ વાંચોઃ-માહી દૂધ ઉત્પાદક સંસ્થા ભરતી : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો બધી જ માહિતી
ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us