ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત આયુર્વેદ સેવામાં ક્લાસ 2 અધિકારી બનવાનો મોકો, ₹1.76 લાખ સુધી પગાર, ફટાફટ કરો અરજી

GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત આયર્વેદ સેવા માટે વીમા તબીબી અધિકારી વર્ગ-2ની 9 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસીએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત આયર્વેદ સેવા માટે વીમા તબીબી અધિકારી વર્ગ-2ની 9 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસીએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024 Insurance Medical Officer

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, વીમા તબીબી અધિકારી - photo - X @GPSC_OFFICIAL

GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ -1, વર્ગ -2 અને વર્ગ -3ની વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અતંર્ગત ગુજરાત આયર્વેદ સેવા માટે વીમા તબીબી અધિકારી વર્ગ-2ની 9 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસીએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વીમા તબીબી અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Recruitment 2024, વીમા તબીબી અધિકારી ભરતી, અંગે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટવીમા તબીબી અધિકારી
જગ્યા9
વર્ગવર્ગ-2
નોકરીનો પ્રકારસરકારી
અરજી ફી₹ 100
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2024
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=a2GSpnDbruI=&yr=QfPO8a552M0=&ano=U+oHtRKPBL8=

GPSC Bharti, વીમા તબીબી અધિકારી, પોસ્ટની વિગત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત આયુર્વેદ સેવામાં વીમા તબીબી અધિકારીની 9 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, વીમા તબીબી અધિકારી માટે શૈક્ષણિક લાયકાત

  • ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કરાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરીની સ્નાતકની ડિગ્રી (B.A.M.S.) પ્રાપ્ત કરેલી હોવી જોઈએ
  • ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967માં ઠરાવ્યા પ્રમાણેની કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી
  • ગુજરાત અને હિન્દીનું પુરતું જ્ઞાન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, વીમા તબીબી અધિકારી માટે વય મર્યાદા અને પગાર

  • વયમર્યાદા - 35 વર્ષથી વધારે નહીં
  • પગાર - ગુજરાત આયુર્વેદ સેવામાં ₹ 53,100- ₹ 1,76,800 પે મેટ્રિક્સ લેવલ-9

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઈન અરજી કરવા ઉમેદવારોએ સૌ પ્રમથ https://pgsc-ojas.gujarat.gov.in પર જવું
  • સાઇટના મેન બુર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
  • ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
  • ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
  • ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.

વીમા તબીબી અધિકારી વર્ગ 3 ભરતીનું નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વીમા તબીબી અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

આ પણ વાંચોઃ-

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગતની વીમા તબીબી અધિકારીની જગ્યા માટે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.

Advertisment
ગુજરાત નોકરી કરિયર જીપીએસસી સરકારી નોકરી