ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગ્રેજ્યુએટ ઉમેદવારોને જેલર બનવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Government Bharti, GPSC recruitment 2024, ગૃહ વિભાગ ભરતી : ગ્રેજ્યુએટ અને સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જેલરની ભરતી માટેની સંપૂણ વિગત અહીં આપી છે.

Gujarat Government Bharti, GPSC recruitment 2024, ગૃહ વિભાગ ભરતી : ગ્રેજ્યુએટ અને સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જેલરની ભરતી માટેની સંપૂણ વિગત અહીં આપી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024, GPSC Bharti 2024, GPSC Recruitment notification, Home Department jailor Bharti, jailor recruitment

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, જેલર પોસ્ટ photo - X @GPSC_OFFICIAL

Gujarat Government Bharti, GPSC recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી , ગૃહ વિભાગ ભરતી : સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત ગૃહ વિભાગ માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગના તાજેતરમાં બહાર પડેલા નોટિફિકેશન પ્રમાણે રાજ્યના ગૃહ વિભાગ અંતર્ગત જેલર ક્લાસ 2 અધિકારીની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

ગૃહ વિભાગ અંતર્ગત જેલરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ 22 જુલાઈ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
વિભાગગૃહ વિભાગ
પોસ્ટજેલર
જગ્યા07
વય મર્યાદા 18થી 35 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ22 જુલાઈ 2024
સત્તાવાર લિંકhttps://gpsc.gujarat.gov.in/
ક્યાં અરજી કરવીhttps://gpsc.gujarat.gov.in/dashboard?stage=Advertisement

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી , જેલર પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત5
આ.ન.વર્ગ0
સા.શૈ.પ.વર્ગ1
અનુ.જાતિ0
અનુ.જનજાતિ1
કુલ7

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી , જેલર પોસ્ટ માટે લાયકાત

શૈક્ષણિક લાયકાત - ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ સ્નાતકની ડિગ્રી; અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલ અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતી કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થા ડીગ્રી.

વય મર્યાદા - ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉંમર તથા અનુભવ મૂળજાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.આ ઉપરાંત અનામ વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે પગાર ધોરણ

રાજ્ય સરકારના ધારા ધોરણ પ્રમાણે જેલર પોસ્ટ માટે પસંદ પામેલા ઉમેદવારોને પે સ્કેલ લેવલ -8 પ્રમાણે ₹44,900 - ₹ 1,42,00 પગાર મળવા પાત્ર રહેશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટ માટે શારીરિક લાયકાત

કેટેગરી ઊંચાઈ છાતીનું માપ ફૂલાયેલી છાતીનું માપ ઓછામાં ઓછું વજન
એસટી ઉમેદવાર 160 79 84 50 કિલોગ્રામ
અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો 165 79 84 50 કિલોગ્રામ

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી- જેલર પોસ્ટનું નોટિફિકેશન

ગૃહ વિભાગ અંતર્ગત જેલરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

આ પણ વાંચો

ગૃહ વિભાગ ભરતી જેલર પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી?

GPSC ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો આપેલા પગલાં અનુસરવા

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

અરજી કરતા પહેલા ઉમેદવારોએ સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.

Advertisment
ગુજરાત નોકરી કરિયર જીપીએસસી સરકારી નોકરી