Seed Officer Recruitment 2024: ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ (GSSCL) હસ્તકની બીજ અધિકારી, વર્ગ-2 ની 41 જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા બીજ અધિકારી વર્ગ-2 ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. બીજ અધિકારી તરીકે કરિયર બનાવવા ઇચ્છતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી કરી શકે છે.
બીજ અધિકારી વર્ગ-2 અરજી આખરી તારીખ
ગુજરાત રાજ્ય બીજ નિગમ હસ્તકની કચેરીઓમાં બીજ અધિકારી વર્ગ-2 માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. https://gpsc-ojas.gujarat.gov.in પર ઉમેદવારો તારીખ 08/07/2024, બપોરે 1 વાગ્યાથી લઇને તારીખ 22/07/2024, રાતે 11:59 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવારી નોંધાવતાં પહેલા ઉમેદવારો ભરતી અંગેની વિગતો અને સુચનાઓ ગુજરાત જાહેર સેવા આયોગના નોટીસ બોર્ડ પર તથા આયોગની વેબસાઇટ પર જાણી સમજ્યા બાદ અરજી કરવાની રહેશે.
બીજ અધિકારી અરજી માટે શૈક્ષણિક લાયકાત શું?
ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ હસ્તકની કચેરીઓમાં બીજ અધિકારી વર્ગ-2 માટે કૃષિ વિજ્ઞાન સ્નાતક ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારોએ રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાંથી તેમજ સેન્ટ્રલ કૃષિ યુનિવર્સિટી એક્ટ અંતર્ગત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) માન્ય કોલેજમાંથી કૃષિ વિજ્ઞાનમાં બેચલર ડીગ્રી કરી હોવી જોઇએ.
બીજ અધિકારી વર્ગ-2, પગાર ધોરણ
ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ હસ્તકની કચેરીઓમાં બીજ અધિકારી વર્ગ-2 માટે 39,900-1,26,600 લેવલ 7 પગાર ધોરણ પર ભરતી કરવામાં આવશે.
બીજ અધિકારી ભરતી માટે વય મર્યાદા શું?
- બીજ અધિકારી બનવા ઇચ્છતા ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.
 - અનામત કક્ષાના ઉમેદવારોને ધારા ધોરણ મુજબ ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે.
 - ઉંમર ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
 - મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) વધારાની છૂટ મળશે.
 - આર્થિક રીતે નબળા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારોને 10 વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદા સુધી) સુધી છૂટ મળવાપાત્ર છે.
 - સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) છૂટ મળવાપાત્ર છે.
 - માજી સૈનિકો, ઇસીઓ, એસ.સી.ઓ સહિતના ઉમેદવારોને સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા ત્રણ વર્ષની છુટ મળવાપાત્ર છે.
 - દિવ્યાંગ ઉમેદવારોને વધુમાં વધુ 10 વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) છૂટ આપવામાં આવશે.
 
બીજ અધિકારી ભરતી, ભાષા અને કોમ્પ્યુટર જ્ઞાન
ઉમેદવારો ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંન્ને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. આ ઉપરાંત ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 માં દર્શાવેલ કોમ્પ્યુટર એપ્લીકેશનનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
બીજ અધિકારી વર્ગ-2 માટે પ્રાથમિક કસોટી સંભવિત ઓક્ટોબર નવેમ્બર 2024 દરમિયાન લેવાશે. જ્યારે આ પરીક્ષાનું સંભવિત પરિણામ જાન્યુઆરી 2025 જાહેર કરાશે. ત્યાર બાદ રુબરુ ઇન્ટરવ્યૂ લેવાશે.





