ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: સરકારી નોકરી માટે ફટાફટ કરો અરજી, આ દિવસે અરજી પ્રક્રિયા થઈ જશે બંધ

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ બાગાયત નિયામકથી લઈને સ્ટેશન ઓફિસર સહિત કુલ 450 જગ્યાઓ ભરવા માટે અત્યારે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલું છે.

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ બાગાયત નિયામકથી લઈને સ્ટેશન ઓફિસર સહિત કુલ 450 જગ્યાઓ ભરવા માટે અત્યારે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024 last date to apply

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી છેલ્લી તારીખ - photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે 450 જગ્યાઓની ભરતી બહાર પાડી છે ત્યારે આ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.અત્યારે અરજી પ્રક્રિયા પણ ચાલી રહી છે. જોકે,જે ઉમેદવારોએ હજી સુધી અરજી કરીને નથી અને અરજી કરવા માંગે છે તો આવા ઉમેદવારોએ હવે થોડી ઉતાવળ રાખવી પડશે કારણે અરજી પ્રક્રિયા બંધ થવાના આડે હવે થોડા ક જ દિવસ બાકી રહ્યા છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની શરુઆતની તારીખથી લઈને છેલ્લી તારીખ, પગાર ધોરણ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટવિવિધ
જગ્યા450
નોકરીનો પ્રકારસરકારી
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2024
વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in, https://gpsc-ojas.gujarat.gov.in

ગુજરાત જાહેર સેવા આયોગ પોસ્ટની વિગતો

પોસ્ટવર્ગજગ્યા
નાયબ બાગાયત નિયામકવર્ગ-12
સાયન્ટિફિક ઓફિસર(ફોરેન્સિક સાયકોલોજી જૂથ)વર્ગ-22
ટેકનિકલ એડવાઈઝરવર્ગ-11
વીમા તબીબી અધિકારી(આયુર્વેદ)વર્ગ-29
લેક્ચરર(સિલેક્શનસ્કેલ)ગુજરાત નર્સિંગ સેવાવર્ગ-15
લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરાત નર્સિંગ સેવાવર્ગ-16
પેથોલોજીસ્ટ(તજજ્ઞ સેવા)વર્ગ-114
મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા)વર્ગ-122
માઇક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)વર્ગ-116
પેથોલોજીસ્ટ, કા.રા.વિ.યો.વર્ગ-12
રાજ્ય વેરા નિરીક્ષકવર્ગ-3300
આસીસ્ટન્ટ મેનેજરવર્ગ-318
મદદનીશ ઈજનેર(સિવિલ)(GMC)વર્ગ-216
મદદનીશ ઈજનેર (વિદ્યુત)(GMC)વર્ગ-26
જુનિયર ટાઉન પ્લાનર, (GMC)વર્ગ-22
હેલ્થ ઓફિસર, (GMC)વર્ગ-211
સ્ટેશન ઓફિસર (GMC)વર્ગ-37

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે કૂલ 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. જેથી ઉમેદવારોએ જે તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે સંસ્થાની વેબસાઈટ ઉપર આપેલા સત્તવાર નોટિફિકેશન વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ચાલી રહેલી ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો આ ભરતી માટે 31 ઓગસ્ટ 2024, રાત્રે 23.59 વાગ્યા સુધી સંસ્થાની આપેલી વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે. ત્યાર બાદ અરજી પ્રક્રિયા બંધ થઈ જશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
  • અરજી કરતા પહેલા ઉમેદવારોએ સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની શરુઆતની તારીખથી લઈને છેલ્લી તારીખ, પગાર ધોરણ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલી જાહેરતા ચોક્કસ વાંચવી.

આ પણ વાંચોઃ- GPSC Exam Cancel : ગુજરાતમાં ભારે વરસાદના પગલે DySO અને નાયબ મામલતદારની પરીક્ષા મોકૂફ, અહીં વાંચો વધુ માહિતી

ઉમેદવારોને સૂચન છે કે જીપીએસસીની ભરતી અંતર્ગત કોઈપણ પોસ્ટ માટે અરજી કરતા પહેલા જે તે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું અને ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
ગુજરાત નોકરી કરિયર જીપીએસસી સરકારી નોકરી