GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારની નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી હતી. ગુજરાત જાહેર સેવા આયોગે નોટીફિકેશન બહાર પાડીને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. જે અંતર્ગત કાયદા અધિકારી, વર્ગ 2ની ભરતી માટે પણ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત કાયદા અધિકારી વર્ગ 2ની પોસ્ટ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનો પ્રકાર, અરજી ફી, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંગેની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC) પોસ્ટ કાયદા અધિકારી, વર્ગ – 2 જગ્યા 1 નોકરીનો પ્રકાર કરાર આધારિત વય મર્યાદા 41 વર્ષથી વધારે નહીં અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024 ક્યાં અરજી કરવી https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કાયદા અધિકારી વર્ગ-2ની એક જગ્યા ₹ 60,000 ના માસિક ફિક્સ પગારથી કરાર આધારિત 11 માસ માટે તદ્દન હંગામી અને કરારના ધોરણે ભરવામાં આવશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ 22 જુલાઈ 2024 રાતના 11.59 વાગ્યા સુધી અરજી કરી શકશે.
ઉમેદવારની વય મર્યાદા અને પગાર ધોરણ
ગુજરાત સરકારમાં કાયદા અધિકારી વર્ગ 2ની કરાર આધારિત જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 41 વર્ષથી વધારે ન હોવી જોઈએ. જ્યારે ઉમેદવારોને કરાર આધારિત 11 માસ માટે તદ્ધન હંગામી અને કરારના ધોરણે જગ્યા ભરવામાં આવશે. ઉમેદવારોને ₹ 60,000 માસિક ફિક્સ પગાર મળશે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે લાયકાત
શૈક્ષણિક લાયકાત : કાયદામાં ડિગ્રી (વિશેષ) અથવા એલએલબી (ત્રણ વર્ષ) અથવા કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ પાંચ વર્ષના અભ્યાસક્રમની કાયદામાં ડિગ્રી (સંકલિત) હોવી જોઈએ.
અનુભવ: વકીલ તરીકે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સક્રિય અને સતત અનુભવ.સરકારી/સ્થાનિકમાં કાયદાકીય બાબતોનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી- કાયદા અધિકારી પોસ્ટનું નોટિફિકેશન
કાયદા અધિકારી વર્ગ 2 પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
અરજી અંગેની મહત્વની સૂચનાઓ
- વર્ગ-1ના અધિકારી દ્વારા અપાયેલા સારા ચારિત્ર્ય અંગેનું પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવાનું રહેશે.
- ઉમેદવારની પસંદગી માટે મળેલી અરજી વિચારણામાં લેવાની તથા નિમણૂક સંબંધે આ માટે રચાયેલ નિમણૂક સમિતિનો નિર્ણય આખરી ગણાશે તેમજ 11 માસના કરાર આધારિત જોગવાઈઓ સંબંધિત લાગુ પડતી તમામ શરતો આ કરાર આધારિત પસંદગી-નિમણૂકને લાગુ પડશે.
- આ જાહેરાતમાં ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી.
- પ્રતિક્ષાયાદીની સમયમર્યાદા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરેલા પરિણામ અન્વયે પસંદ કરેલા ઉમેદવારને નિમણૂક આપ્યા તારીખથી બે વર્ષની ગણવાની રહેશે.
આ પણ વાંચો
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં એક લાખ રૂપિયાની નોકરી મેળવવાની ઉત્તમ તક, વાંચો બધી જ માહિતી
- ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, વાંચો સંપૂર્ણ માહિતી
ગૃહ વિભાગ ભરતી કાયદા અધિકારી પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી?
GPSC ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો આપેલા પગલાં અનુસરવા
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
અરજી કરતા પહેલા ઉમેદવારોએ સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.





