ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં સાયન્ટિફિક ઓફિસર બની મેળવો તગડો પગાર, અહીં વાંચો બધી જ માહિતી

GPSC Recruitment 2024: આ ભરતી અંતર્ગત ગૃહ વિભાગ હસ્તકની સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ -2ની જગ્યાઓ ભરવા માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GPSC Recruitment 2024: આ ભરતી અંતર્ગત ગૃહ વિભાગ હસ્તકની સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ -2ની જગ્યાઓ ભરવા માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Scientific Officer Recruitment 2024

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, સાયન્ટિફિક ઓફિસર વર્ગ -2 photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અધિકારીઓની પસંદગી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગે 314 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત ગૃહ વિભાગ હસ્તકની સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ -2ની જગ્યાઓ ભરવા માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ -2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,ભરતી અંગે મહત્વપૂર્ણ તારીખો, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે પોસ્ટની વિગતો

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
પોસ્ટસાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ -2
જગ્યા21
વર્ગવર્ગ-2 અધિકારી
વય મર્યાદા37 વર્ષથી વધારે નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓક્ટોબર 2024
ક્યાં અરજી કરવીhttps://gpsc.gujarat.gov.in

સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ -2 પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત9
આર્થિક રીતે નબળા વર્ગો2
સા.શૈ.પ.વ.6
અનુ.જાતિ1
અનુ.જનજાતિ3

21 જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ

કેટેગરીજગ્યા
બિનઅનામત3
આર્થિક રીતે નબળા વર્ગો0
સા.શૈ.પ.વ.2
અનુ.જાતિ0
અનુ.જનજાતિ1

શૈક્ષણિક લાયકાત

સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સમાં અનુસ્નાતક ડિગ્રી (શારીરિક સાથે વિજ્ઞાન) અથવા ફોરેન્સિક નેનો-ટેકનોલોજી અથવા ભૌતિકશાસ્ત્ર અથવા ભૌતિક કેમિસ્ટ્રી કરેલું હોવું જોઈએ.શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

પગાર ધોરણ

આ જગ્યા માટે પસંદ કરેલા ઉમેદવારોને ₹ 44,900થી ₹ 1,26,600 પે મેટ્રીક્સના લેવલ -8 ના પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

  • ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
  • અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવાર 37 વર્ષથી વધુ ન હોવા જોઈએ.

ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચોઃ-ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની જોરદાર તક, વર્ગ-1,2 અને 3ની ભરતી, વાંચો A to Z માહિતી

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ -2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
ગુજરાત નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી