ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : GWRDCમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ -1 વર્ગ-2ની નોકરી, અહીં વાંચીલો બધી જ માહિતી

GPSC Recruitment 2024: ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ (GWRDC) માં સ્ટેનોગ્રાફર ગ્રેડ -1 (ગુજરાતી) વર્ગ -2ની જગ્યા ભરવાની છે.

GPSC Recruitment 2024: ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ (GWRDC) માં સ્ટેનોગ્રાફર ગ્રેડ -1 (ગુજરાતી) વર્ગ -2ની જગ્યા ભરવાની છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024, Stenographer Grade-1 Class-2

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, સ્ટેનોગ્રાફર ગ્રેડ -1 વર્ગ -2 - photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગેગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અધિકારીઓની પસંદગી કરવા માટે 314 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ (GWRDC) માં સ્ટેનોગ્રાફર ગ્રેડ -1 (ગુજરાતી) વર્ગ -2ની જગ્યા ભરવાની છે. આ માટે જીપીએસસીએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત સ્ટેનોગ્રાફર ગ્રેડ -1 (ગુજરાતી) વર્ગ -2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,ભરતી અંગે મહત્વપૂર્ણ તારીખો, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે પોસ્ટની વિગતો

સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
પોસ્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ -1 (ગુજરાતી) વર્ગ -2
જગ્યા 01
વર્ગ વર્ગ-2 અધિકારી
વય મર્યાદા 21થી 35 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2024
ક્યાં અરજી કરવી https://gpsc.gujarat.gov.in

પોસ્ટની વિગત

ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ (GWRDC) માં સ્ટેનોગ્રાફર ગ્રેડ -1 (ગુજરાતી) વર્ગ -2ની એક જગ્યા ભરવાની છે.

શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી
  • સ્ટેનોગ્રાફરનો કોર્ષ કરેલો હોવો જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન ધરાવનાર
  • શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

પગાર ધોરણ

ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ (GWRDC) માં પસંદ થયેલા ઉમેદવારોને ₹49,900થી ₹ 1,42,400 પે મેટ્રીક્સ લેવલ 8ના નિયમિત પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 21 વર્ષથી નાનો નહીં અને 35 વર્ષની ઉંમર કરતા વધારે ન હોવી જોઈએ

ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે સ્ટેનોગ્રાફર ગ્રેડ -1 (ગુજરાતી) વર્ગ -2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

આ પણ વાંચોઃ-ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની જોરદાર તક, વર્ગ-1,2 અને 3ની ભરતી, વાંચો A to Z માહિતી

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
ગુજરાત નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી