GPSC Recruitment 2025 : હિસાબી અધિકારી વર્ગ -2ની ભરતી, અહીં વાંચો બધી માહિતી

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત હિસાબી અધિકારી વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત હિસાબી અધિકારી વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment Accounts Officer

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, હિસાબી અધિકારી, photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારની નોકરી મેળવવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે. જીપીએસસીની આ ભરતી અંતર્ગત નાણા વિભાગમાં હિસાબી અધિકારી, વર્ગ-2ની કુલ 39 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત હિસાબી અધિકારી વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટહિસાબી અધિકારી
જગ્યા39
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા20થી 37 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત14
આર્થિક રીતે નબળા વર્ગો3
સા.અને શૈ.પ.વર્ગ13
અનુ.જાતિ1
અનુ.જનજાતિ8
કુલ40

શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી હિસાબી અધિકારી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.

  • સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી કોમર્સની સ્નાતકની ડિગ્રી (B.com)/ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A)/ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ્સ (I.C.W.A)/ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)
  • ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
  • ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

  • અરજી કરનાર ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 37 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ
  • ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
  • અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹44,900થી ₹1,42,400, પે મેટ્રીક્સ લેવલ-8 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત હિસાબી અધિકારી, વર્ગ-2 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
નોકરી કરિયર જીપીએસસી સરકારી નોકરી