ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં ખેતી અધિકારી બનવાની ઉત્તમ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2025: GPSC ભરતી અંતર્ગત ખેતી અધિકારી વર્ગ-2 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર છેલ્લે સુધી વાંચો.

GPSC Recruitment 2025: GPSC ભરતી અંતર્ગત ખેતી અધિકારી વર્ગ-2 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર છેલ્લે સુધી વાંચો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2025, Agriculture Officer job

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ખેતી અધિકારી - photo - Social media

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અત્યારે અરજી પ્રક્રિયાનો દોર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં ખેતી અધિકારી, વર્ગ-2ની કૂલ 40 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ગુજરાત જાહેર સેવા આયોગે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ખેતી અધિકારી વર્ગ-2ની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
પોસ્ટખેતી અધિકારી, વર્ગ-2
વિભાગકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
જગ્યા40
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15-3-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

GPSC ભરતી પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત16
આ.ન.વર્ગ4
સા.શૈ.પ.વર્ગ12
અનુ.જાતિ2
અનુ.જનજાતિ6

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • કેન્દ્ર દ્વારા અથવા તેના હેઠળ સમાવિષ્ટ અથવા સ્થાપિત કૃષિ યુનિવર્સિટીઓમાંથી વિજ્ઞાન (કૃષિ)માં સ્નાતક ડિગ્રી કરેલી હોવી જોઈએ.ઉમેદવારને કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી
  • ગુજરાતી અને હિન્દીનું પુરતું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

  • ઉમેદવારની વયમર્યાદા વિશે વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
  • મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારા ધોરણ પ્રમાણે વયમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે

પગાર ધોરણ

આ ભરતી અંતર્ગત ખેતી અધિકારી વર્ગ-2 પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સાતમા પગારપંચના પે મેટ્રીક્સ લેવલ -7 મુજબ ₹39,900- ₹1,26,600 પગાર મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ગુજરાત જાહેસ સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

  • ગુજરાતમાં ચાલતી અન્ય ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી વિશે વાંચવા અહીં ક્લિક કરો

ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી