ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારમાં વર્ગ -2 અધિકારી બનવાની વધુ એક તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ - 2 પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જીપીસીએસસી દ્વારા કુલ 111 જગ્યાઓ ભરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ - 2 પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જીપીસીએસસી દ્વારા કુલ 111 જગ્યાઓ ભરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2024, GPSC Recruitment, GPSC, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી - photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ - 2 પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જીપીસીએસસી દ્વારા કુલ 111 જગ્યાઓ ભરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા આજે મંગળવારે એટલે કે 7 જાન્યુઆરી 2025, બપોરે 1 વાગ્યે શરુ થઈ જશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની શરુઆતની તારીખ, અરજી કરવાની છેલ્લી તારીખ, ક્યાં અરજી કરવી, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટવિવિધ
કુલ જગ્યા111
વિભાગવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ7-1-2025 (13.00)
અરજી કરવાની છેલ્લી તારીખ22-1-2025 (23.59)
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટવર્ગજગ્યા
સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવાવર્ગ-215
ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવાવર્ગ-29
લેક્ચરર ફિઝીયોથેરેપીવર્ગ-29
મહિલા અધિકારી, ઔધ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યવર્ગ-22
બાગાયત અધિકારીવર્ગ-275
સ્ટેનોગ્રાફર ગ્રેડ-1(અંગ્રેજી)(GWRDC)વર્ગ-21
કુલ111

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી વર્ગ-2ની વિવિધ પોસ્ટ ભરતી માટે પોસ્ટ પ્રમાણે ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે જેતે પોસ્ટ માટે અરજી કરના ઉમેદવારોએ જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

અરજી કરવા અંગે મહત્વની તારીખો

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી 111 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો 7 જાન્યુઆરી 2025 બપોરે 13.00 વાગ્યાથી 22 જાન્યુઆરી 2025 રાતના 23.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ જીપીએસસીની વેબસાઈટ ઉપર જેતે ભરતીનું નોટિફિકેશન વાંચવું.

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી