GPSC Recruitment 2025 : ગુજરાત સરકારના કાયદા વિભાગમાં મદદનીશ ચેરીટી કમિશ્નરની નોકરી, પગારથી લઈને લાયકાત સુધી બધું વાંચો

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ ચેરીટી કમિશ્નર વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ ચેરીટી કમિશ્નર વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2025, Assistant Charity Commissioner Class-1

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ ચેરીટી કમિશ્નર નોકરી - photo- X @GPSC

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-1 અધિકારીઓ માટે ભરતી કરવાતી સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે. ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી કાયદા વિભાગમાં ચેરીટીતંત્રમાં મદદનીશ ચેરીટી કમિશ્નર વર્ગ-1ની કુલ 06 જગ્યાઓ ભરવાની છે. આ માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ ચેરીટી કમિશ્નર વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટમદદનીશ ચેરીટી કમિશ્નર
જગ્યા6
વિભાગકાયદા
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા45 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત4
આર્થિક રીતે નબળા વર્ગો0
સા. અને શૈ.પ.વર્ગ2
અનુ.જાતિ0
અનુ.જનજાતિ0
કુલ6

શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી મદદનીશ ચેરીટી કમિશ્નર, વર્ગ-1ની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.

  • ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ યુનિવર્સિટીઓમાંથી કાયદામાં વિશેષ ડિગ્રી અથવા કોઈપણમાંથી મેળવેલ સંકલિત LL.B ડિગ્રી હોવી જોઈએ.
  • ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
  • ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
  • શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું

વય મર્યાદા

  • અરજી કરનાર ઉમેદવારે 45 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ
  • ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
  • અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹56,100થી ₹1,77,500, પે મેટ્રીક્સ લેવલ-10 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય ભરતીઓ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ ચેરીટી કમિશ્નર, વર્ગ-1 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી