GPSC Recruitment 2025 : ગુજરાત સરકારમાં ક્લાસ વન અધિકારી બનવાની તક, પગાર પણ તગડો, વાંચો બધી જ માહિતી

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2025, Assistant Director IT

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ નિયામક (આઈટી) - photo - X @ GPSC

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારમાં ક્લાસ વન અધિકારી બનવાની ઈચ્છા ધરાવતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ કામના સમાચાર છે. તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે. GPSC ભરતી અંતર્ગત ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગમાં મદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1ની કૂલ 29 જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવાના છે. જેના માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટમદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1
જગ્યા29
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા42 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

કટેગરીજગ્યા
બિનઅનામત13
આ.ન.વર્ગ4
સા.શૈ.પ.વર્ગ6
અનુ.જાતિ2
અનુ.જનજાતિ4
કુલ29

શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી મદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1ની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.

  • સરકાર માન્ય સંસ્થાઓ કે યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઑફ ટેક્નોલોજીની ડિગ્રી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા કોમ્પ્યુટર એન્જીનીયરીંગ અથવા ઈલેક્ટ્રોનિક્સ અથવા ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અથવા કોમ્પ્યુટર ટેકનોલોજી અથવા માહિતી અને કોમ્યુનિકેશન ટેકનોલોજી અથવા માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા માસ્ટર ઓફ ડિગ્રી હોવી જોઈએ. વધુ માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
  • ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
  • ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

  • અરજી કરનાર ઉમેદવારની ઉંમર 42 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  • ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
  • અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹56,100થી ₹1,77,500, પે મેટ્રીક્સ લેવલ-10 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય ભરતીઓ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
ગુજરાત નોકરી જીપીએસસી ભરતી સરકારી નોકરી