GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ઉચ્ચ અભ્યાસ કરેલા અને સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. તાજેતરમાં જાહેર થયેલી ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સહ પ્રાધ્યાપક, પેડીયાટ્રીક સર્જરી, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-1ની કુલ 4 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવાના છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયાઓ ચાલી રહી છે જે 17 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત સહ પ્રાધ્યાપક વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) પોસ્ટ સહ પ્રાધ્યાપક જગ્યા 4 વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદા 43 વર્ષથી વધુ નહીં અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા સામાન્ય 03 આર્થિક રીતે નબળા વર્ગો 00 સા. અને શૈ.પ.વર્ગ 01 અનુ.જાતિ 00 અનુ.જનજાતિ 00 કુલ 04
શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી સહ પ્રાધ્યાપક, વર્ગ-1ની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.
- ઉમેદવારો પાસે M.Ch.(Paediatric Surgery) અથવા DNB(Paediatric Surgery) ડિગ્રી હોવી જરૂરી
- ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
- ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
- શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું
વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારે 43 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશેઅરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹1,31,400, પે મેટ્રીક્સ લેવલ-13 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય ભરતીઓ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત સહ પ્રાધ્યાપક, વર્ગ-1 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.