GPSC Recruitment 2025 : ગુજરાતમાં લાખો રૂપિયા સુધી પગાર વાળી સરકારી નોકરી મેળવવાની તક, અહીં વાંચો માહિતી

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગતકાર્યપાલક ઈજનેર, વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઈજનેર, વર્ગ-2પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : February 12, 2025 14:55 IST
GPSC Recruitment 2025 : ગુજરાતમાં લાખો રૂપિયા સુધી પગાર વાળી સરકારી નોકરી મેળવવાની તક, અહીં વાંચો માહિતી
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ઈજનેર સિવિલ - photo - X @GPSC

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં બમ્પર ભરતી જાહેર કરી છે ત્યારે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક ઈજનેર, વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઈજનેર, વર્ગ-2ની કૂલ 07 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવાના છે. ત્યારે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત કાર્યપાલક ઈજનેર, વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઈજનેર, વર્ગ-2ની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટકાર્યપાલક ઈજનેર, વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઈજનેર, વર્ગ-2
જગ્યા7
વિભાગકાયદા
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા20થી 45 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
કાર્યપાલક ઈજનેર વર્ગ-12
નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-25
કુલ7

શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી કાર્યપાલક ઈજનેર, વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઈજનેર, વર્ગ-2ની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.

  • સરકાર માન્ય સંસ્થા કે યુનિવર્સિટીમાંથી ઇજનેરીમાં બેચલર (સિવિલ) અથવા બેચલર ઑફ ટેક્નોલોજી (સિવિલ) ની ડિગ્રી હોવી જોઈએ
  • ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
  • ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
  • શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું

વય મર્યાદા

  • અરજી કરવાની છેલ્લી તારીખ 17-2-2025ના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. અને 45 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ.
  • ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
  • અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે

પગાર ધોરણ

પોસ્ટપગાર
કાર્યપાલક ઈજનેર, વર્ગ-1₹67,700- ₹2,08,700
નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-2₹53,100- ₹1,67,800

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય ભરતીઓ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત કાર્યપાલક ઈજનેર, વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઈજનેર, વર્ગ-2 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ