GPSC Recruitment 2025: જીપીએસસી વર્ગ 1 અને 2 પદો પર 244 ઉમેદવારોની ભરતી કરશે, ઓનલાઇન અરજી આજથી શરૂ

GPSC Class 1 And 2 Officers Recruitment 2025: જીપીસીએસ વર્ગ 1 અને 2 પદો પર કુલ 244 ઉમેદવારોની ભરતી કરશે. આ ભરતી માટે ઓનલાઇન અરજી 7 માર્ચથી શરૂ થઇ ગઇ છે. કોઇ પણ સ્નાતક ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે.

Written by Ajay Saroya
March 07, 2025 12:11 IST
GPSC Recruitment 2025: જીપીએસસી વર્ગ 1 અને 2 પદો પર 244 ઉમેદવારોની ભરતી કરશે, ઓનલાઇન અરજી આજથી શરૂ
GPSC Class 1 And 2 Officers Recruitment 2025: જીપીએસસી દ્વારા વર્ગ 1 અને 2 ના કુલ 244 પદો ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

GPSC Class 1 And 2 Officers Recruitment 2025: જીપીએસસી દ્વારા વર્ગ 1 અને પદ 2 માટે કુલ 244 પદો પર ભરતી કરવાની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 અને 2 પદો ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ કોઇ સ્નાતક ઉમેદવાર અરજી કરી શકે છે. આ પદો માટે ઓનલાઇન અરજી 7 માર્ચ, 2025થી શરૂ થઇ ગઇ છે.

GPSC Class 1 And 2 Recruitment 2025 : જીપીએસસી વર્ગ 1 અને 2 ભરતી

જીપીએસસીના નોટિફિકેશન મુજબ વર્ગ 1 અને 2 પદો પર કુલ 244 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જેમા 177 પદો પર પુરુષ અને 67 પદો પર મહિલા ઉમેદવારની નિમણુંક કરવામાં આવશે. કુલ 244 જગ્યા માંથી બિન અનામત કેટેગરીમાં 90 પુરુષ અને 32 મહિલા ઉમેદવારોની ભરતી થશે.

GPSC Recruitment 2025: અરજી કરવાની છેલ્લી તારીખ

જીપીએસસી વર્ગ 1 અને 2ની કુલ 244 પદો પર ભરતી માટે ઓનલાઇન અરજી 7 માર્ચ 2025થી શરૂ થઇ ગઇ છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ, 2025 છે. પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટેની સંમતિ અને ડિપોઝીટ પણ તારીખ 7 થી 23 માર્ચ 2025ના રોજ સવારે 11 વાગે સુધી ભરવાની રહેશે. બિન અનામત વર્ગના ઉમેદવાર 24 માર્ચ, 2025 સુધીમાં અરજી ફી પોસ્ટ ઓફિસમાં જમા કરાવી શકશે.

GPSC Recruitment 2025: જીપીએસસી પરીક્ષા બે તબક્કામાં લેવાશે

નવા નિયમ મુજબ જીપીએસસી વર્ગ 1 અને 2 પદો પર ભરતી માટે બે તબક્કામાં પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર મુખ્ય લેખિત પરીક્ષા આપી શકશે. જીપીએસસી પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો મુખ્ય લેખિત પરીક્ષા આપવાની સાથે પર્સનાલિટી ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટ આપવાનો રહશે. વર્ગ 1 અને 2 ભરતી પરીક્ષા માટે જીપીએસસી દ્વારા સિલેબસ જાહેર કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ