GPSC Recruitment 2025 : ગુજરાત સરકારમાં ₹ બે લાખની નોકરી, હોવી જોઈશે આ લાયકાત, વાંચો બધી માહિતી

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત નાયબ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત નાયબ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2025, Deputy Director of Agriculture bharti

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નાયબ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી - photo - X @GPSC

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: યુવાનો માટે અત્યારે ગુજરાતમાં બંમ્પર સરકારી નોકરીઓ બહાર પડી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે. GPSC ભરતી અંતર્ગત ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં નાયબ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1ની કુલ 65 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત નાયબ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટનાયબ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1
જગ્યા12
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા42 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

કટેગરીજગ્યા
બિનઅનામત4
આ.ન.વર્ગ3
સા.શૈ.પ.વર્ગ2
અનુ.જાતિ0
અનુ.જનજાતિ3
કુલ12

શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી નાયબ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1ની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.

  • ભારતમાં કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી અધિનિયમ અથવા રાજ્ય કૃષિ યુનિવર્સિટી અધિનિયમ દ્વારા અથવા તેના હેઠળ સમાવિષ્ટ અથવા સ્થાપિત કૃષિની કોઈપણ શાખામાં પીએચ.ડી ડિગ્રી (મૂળભૂત ડિગ્રી સાથે બી.એસસી. (કૃષિ)ની ડિગ્રી હોવી જોઈએ. વધુ માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
  • ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
  • ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 42 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹67,700થી ₹2,08,700, પે મેટ્રીક્સ લેવલ-11 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત નાયબ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી