/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/GPSC-Recruitment-2025-deputy-section-officer-deputy-mamlatdar-Bharti.jpg)
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર - photo - X @GPSC_OFFICIAL
GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે. જે અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની કુલ 72 જગ્યાઓ પર ઉમેદવાર પસંદ કરવાના હોવાથી સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
| પોસ્ટ | નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર |
| જગ્યા | 72 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 20થી 45 વર્ષ વચ્ચે |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો
| પોસ્ટ | વિભાગ | જગ્યા |
| નાયબ સેક્શન અધિકારી | સચિવાલય | 33 |
| નાયબ સેક્શન અધિકારી | વિધાનસભા | 1 |
| નાયબ મામલતદાર | 38 | |
| કુલ | 72 |
શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી નાયબ સેક્શન અધિકારી અને નાયબ મમલતદારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ.
- ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
- ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
વય મર્યાદા
- અરજી કરનાર ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 45 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ
- ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
- અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે
પગાર ધોરણ
- આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા માસિક ફિક્સ પગાર મળશે
- પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા બાદ ₹39,900થી ₹1,26,600, પે મેટ્રીક્સ લેવલ-7 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય ભરતીઓ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us