/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/GPSC-District-Social-Security-Officer.jpg)
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી- photo - X @GPSC
GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વિવિધ પોસ્ટની ખાલી પડેલી જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરી છે. જે અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા ખાતામાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વર્ગ-2ની કુલ 2 જગ્યા પર ઉમેદવાર પસંદ કરવાના છે. આ માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે અને 17 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
| પોસ્ટ | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી |
| જગ્યા | 2 |
| વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 40 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| બિન અનામત | 1 |
| આર્થિક રીતે નબળા વર્ગો | 0 |
| સા. અને શૈ.પ.વર્ગ | 1 |
| અનુ.જાતિ | 0 |
| અનુ.જનજાતિ | 0 |
| કુલ | 2 |
શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વર્ગ-2ની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.
- ઉમેદવારો પાસે કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
- ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
- ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
- શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું
વય મર્યાદા
- અરજી કરનાર ઉમેદવારે 40 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ
- ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
- અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹49,900- ₹1,42,200, પે મેટ્રીક્સ લેવલ-0 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વર્ગ-2 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us